ગુજરાતીઓએ જાન્યુ. સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેકસ ભર્યો

Gujaratis paid advance tax worth Rs 1 lakh crore by Jan. Gujaratis paid advance tax worth Rs 1 lakh crore by Jan.

ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતીઓએ રૂ. 1 લાખ કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો છે. જેની સામે રૂ. 22,130 કરોડના રિફંડ લીધા છે. 124 ટકા એડવાન્સ ટેકસ ભરીને ગુજરાતમાં સૌથી આગળ કન્સ્ટ્રકશન સેકટર રહ્યું છે. ત્યાર બાદ 23 ટકા સાથે ફાઇનાન્સ, 21 ટકા ઇલેક્ટ્રિકસિટી,ગેસ, પાણી, 15 ટકામાં મેન્યુફેકચરિંંગ, 13 ટકા આઇટી ક્ષેત્રનો સમાવેશ થયો છે. રાજ્યમાં મોટી ઇન્ડસ્ટ્રીઓ તરફથી સૌથી વધારે ટેકસ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાથી મળે છે.

જ્યારે ઉદ્યોગોમાં ગાંધીધામ, મોરબી, મહેસાણા અને ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં 1,34,25,401 ઇન્કમટેકસ કરદાતાઓની સંખ્યામાંથી 82.62 લાખ કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યા હતા. જેમાંથી 63.56 લાખ લોકોએ નીલ રિટર્ન ફાઇલ કર્યા છે. ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટને ગત વર્ષની સરખામણીએ ગ્રોસ કલેકશનમાં 20 ટકા અને નેટ કલેકશનમાં 16 ટકાનો વધારો મળ્યો છે. જ્યાર ગત વર્ષ કરતા 31 જાન્યુઆરી 2025 સુધીમાં ગુજરાતીઓએ રૂ. 5,820 કરોડના રિફંડ વધારે લીધા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *