ગુજરાતમાં છાનાપગલે વિસ્તરી રહ્યું છે ગન કલ્ચર

ગુજરાતમાં છાનાપગલે વિસ્તરી રહ્યું છે ગન કલ્ચર ગુજરાતમાં છાનાપગલે વિસ્તરી રહ્યું છે ગન કલ્ચર

ગાંધીધામ ટુડે, ન્યુઝ : ગુજરાતમાં છાનાપગલે ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે. આ ઘટસ્ફોટ છેલ્લા પખવાડિયાથી સમગ્ર રાજ્યમાં એટીએસ અને એસઓજી દ્વારા ચાલી રહેલી ડ્રાઈવ દરમિયાન થયો છે. બીજા રાજ્યના ગન લાયસન્સ મેળવી મહદ્દઅંશે દિલ્હી- હરિયાણાથી ખરીદેલાં હથિયારો રાખવાના ટ્રેન્ડમાં 80 ટકા સટ્ટેબાજો અને અસામાજીક તત્ત્વો સામેલ છે. એજન્ટો મારફતે અનેક નામી અને નામચીન લોકો નિયમ વિરૂદ્ધ ગન લાયસન્સ મેળવી રહ્યાં છે. કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના ગન લાયસન્સ મેળવી સીનસપાટા કરવાનો ખેલ ખેલનારાંઓ સામેની તપાસમાં ઓપરેશન લીડ કરતી એજન્સી એ.ટી.એસ.નું મૌન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

રાજ્યના ડીજીપીએ 100 કલાકમાં અસામાજીક તત્ત્વોની યાદી બનાવી કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો ત્યારથી ગુજરાતમાં ગન કલ્ચર સામે કડક કાર્યવાહી આરંભાઈ છે. દરેક જિલ્લામાં એટીએસના નેજાતળે કાર્યરત એસ.ઓ.જી. એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ નિયમ ભંગ કરીને એજન્ટો થકી બીજા રાજ્યોમાંથી મેળવેલાં ગન લાયસન્સ અંગે ઊંડી તપાસ આરભી છે.

Advertisements

એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઓલ ઈન્ડિયા ગન લાયસન્સ જ્યાંથી મેળવાય છે તેવા મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ સહિતના અડધો ડઝન રાજ્યમાં તપાસ કરી રહી છે. જિલ્લાઓમાં એસઓજી ટીમો તપાસ કરે છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 21 શખ્સોને પચ્ચીસ હથિયારો, 216 કારતુસ સાથે રાઉન્ડઅપ કર્યાં તેમાંથી 17 લોકોએ તો મણીપુર અને નાગાલેન્ડથી એજન્ટો માારફતે ગન લાયસન્સ મેળવ્યાની વિગતો ખુલી છે.

ડ્રાઈવ દરમિયાન ગુજરાતના જે જિલ્લામાં ગન કલ્ચર સામે કાર્યવાહી થઈ ત્યાં આવી જ વિગતો ખુલતાં લીડ એજન્સી એ.ટી.એસ. દ્વારા કુલ 160 લોકોનું લિસ્ટ બનાવીને ઊંડી તપાસ શરૂ કરી છે. એજન્ટો મારફતે બીજા રાજ્યોમાંથી ગન લાયસન્સ મેળવવાનું કૌભાંડ દશકાથી આયોજનબઘ્ધ રીતે ચલાવાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિત રાજ્યમાં વિસ્તરી ચૂકેલા કૌભાંડમાં નિયમો તોડીમરોડીને ગન લાયસન્સ મેળવવા લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે. આવો ખર્ચ કરી ગન લાયસન્સ મેળવનારાંઓમાં 80 ટકા અસામાજીક તત્ત્વો, બુકીઓ, કરોડોનો ખેલો કરતાં સટ્ટેબાજો, કોલ સેન્ટર સંચાલકો સામેલ હોવાનું જાણી એટીએસ જેવી એજન્સી અને સરકાર પણ ચોંકી ઊઠયા છે.

Advertisements

આવા તત્ત્વો સીનસપાટા કરવા અને આધિપત્ય જમાવવા માટે બીજા રાજ્યના લાયસન્સ મેળવી બહારના રાજ્યથી જ ગન ખરીદી લે છે. સૂત્રો કહે છે કે, ગુજરાતમાં હથિયાર લાયસન્સ મેળવવા આસાન નથી. જ્યારે, પૂર્વોારના રાજ્યોમાં ઓલ ઈન્ડિયા ગન લાયસન્સ આસાનીથી મળી જાય છે. આ રાજ્યોમાં લાયસન્સની અરજી કરનારાંના કેરેક્ટર સર્ટીફિકેટ એટલે કે ગુજરાત પોલીસમાં કોઈ ગુના છે કે નહીં?

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment