અંજાર હાઈવે પરની હોટલમાંથી મળ્યો ₹7 લાખનો હેરોઈનનો જથ્થો!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છના ગાંધીધામમાં સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ‘નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ’ અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. SOG ટીમે મુન્દ્રા-અંજાર હાઇવે પર આવેલી એક હોટલ પર દરોડો પાડી ₹7.15 લાખની કિંમતના 14.30 ગ્રામ હેરોઇન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, ડ્રગ્સની હેરફેર અને વેચાણ સામે ચલાવાઈ રહેલા આ અભિયાનને કારણે આ સફળતા મળી છે. ગુપ્ત બાતમીના આધારે, SOG ટીમે ખેડોઈ ગામની સીમમાં આવેલી ‘હોટલ મઝૈલ 38 વાલે’ પર દરોડો પાડ્યો હતો. આ હોટલનો માલિક શમશેરસિંગ ઉર્ફે લવપ્રીતસિંગ કવલસિંગ જાટ (ઉં.વ. 37, મૂળ પંજાબ) પોતાના કબજામાં હેરોઇન રાખી તેનું વેચાણ કરતો હોવાનું જણાયું હતું.

Advertisements

પોલીસે તપાસ દરમિયાન આરોપી પાસેથી ₹7,15,000ની કિંમતનો 14.30 ગ્રામ હેરોઇન, ત્રણ મોબાઇલ ફોન (કિંમત ₹25,000), રોકડા ₹9,500, એક ડિજિટલ વજન કાંટો (કિંમત ₹200), અને આધારકાર્ડની નકલ સહિત કુલ ₹7,49,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisements

આરોપી શમશેરસિંગ વિરુદ્ધ NDPS એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં શેરવિર નામના અન્ય એક આરોપીની શોધખોળ પણ ચાલી રહી છે. આ દરોડાની કામગીરીમાં SOGના પી.આઈ. ડી. ડી. ઝાલા અને તેમની ટીમ સામેલ હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment