ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કપડવંજ તાલુકાના તોરણા ગામના વતની અને હાલ ગાંધીધામ સ્થિત રાજેશભાઈ કનુભાઈ પટેલ અને શ્રીમતી તૃપ્તિબેનની સુપુત્રી કુ. હિમાનીબેન પટેલે ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીમાંથી શિપિંગ અને લોજિસ્ટિક્સ વિષયમાં ૨૦૨૨-૨૪ દરમિયાન એમબીએની ડિગ્રીમાં આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને કપડવંજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમને ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમારંભ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પંકજ જોશી, પ્રોવોસ્ટ ડૉ. શાંતા કુમાર, શિક્ષણવિદો ડૉ. જયંતિ રવિ, કરન અદાણી, સુનયના તૌમર, રાજકુમાર બિનીવાલ, કે.કે. નિરાલી, રજિસ્ટ્રાર ડૉ. ચિરાગ પટેલ, વગેરે જેવા અનેક વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિમાની પટેલની આ સિદ્ધિ કપડવંજ તાલુકા તેમજ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક છે.