ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ માન. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ ભુજ-કચ્છ) તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર (પૂર્વ કચ્છ, ગાંધીધામ)ના માર્ગદર્શન હેઠળ “નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર અને વેપારને જડમૂળથી નષ્ટ કરવા માટે મળેલી સૂચના આધારે, એસ.ઓ.જી. ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.

એસ.આઈ. આશિષકુમાર ભટ્ટ તથા એએસઆઈ અશોકભાઈ સોંધરાએ ખાનગી બાતમીના આધારે મોરબીથી સામખીયારી તરફ આવતા નેશનલ હાઈવે પર શિકારપુર પાસે આવેલી હોટલ ‘અપના પંજાબ’માં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન હોટલ સંચાલક બલવીન્દરસિંગ જયમલસિંગ પાસેથી 12.50 ગ્રામ હેરોઈન (જેની કિંમત ₹6,25,000 થાય છે), મોબાઈલ, રોકડ, ડિજિટલ કાંટો, આધાર કાર્ડ નકલ, ભાડાના કરાર અને વીજ બિલ સહિત કુલ ₹7,52,900નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ આરોપી વિરુદ્ધ NDPS ઍક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી માટે તેને સામખીયારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.