મેઘપરમાં HPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: શ્રી રામ અંતરજાળ ચેમ્પિયન બન્યું

મેઘપરમાં HPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: શ્રી રામ અંતરજાળ ચેમ્પિયન બન્યું મેઘપરમાં HPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: શ્રી રામ અંતરજાળ ચેમ્પિયન બન્યું

મેઘપર (ભુજ): મેઘપર ગામ દ્વારા આયોજિત HPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક સમાપન થયું. આ ટુર્નામેન્ટમાં કચ્છના વિવિધ ગામોની કુલ 64 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 17 દિવસ સુધી ચાલેલા આ રોમાંચક ક્રિકેટ જંગમાં આખરે શ્રી રામ અંતરજાળ અને સારંશ XI મેઘપર વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો.

ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રી રામ અંતરજાળની ટીમે 12 ઓવરમાં 132 રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો. લક્ષ્યનો પીછો કરતા સારંશ XI મેઘપરની ટીમ 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, અને શ્રી રામ અંતરજાળે ફાઇનલની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચનો ખિતાબ ભરત આગરીયાને એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ બેટિંગ પ્રદર્શન કરનાર ગઢપાધરના જીગર વિરડાને બેસ્ટ બેટ્સમેન, મેઘપરના દુર્ગેશ આહીરને બેસ્ટ બોલર અને કાલીતલાવડીના જગદીશ ડાંગરને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.

શ્રી રામ ઇલેવન અંતરજાળના કેપ્ટન કિરણભાઈ આહીરે જણાવ્યું હતું કે અંતરજાળ ગામ તમામ ક્ષેત્રે ખૂબ જ આગળ છે અને યુવા વર્ગ પણ દરેક કાર્યમાં અગ્રેસર રહે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અંતરજાળ ગામને ફાઇનલ ટ્રોફી જીતવા માટે 10-15 વર્ષ રાહ જોવી પડી અને આ જીતની ખુશી અવર્ણનીય છે. આ ટ્રોફી ગામમાં આવતા તમામ ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જી રહી છે.

આ ટુર્નામેન્ટના આયોજનમાં ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ, ત્રિકમભાઈ આહીર, રમેશભાઈ મ્યાત્રા, મનદીપસિંહ જાડેજા, દિનેશભાઈ લાલવાણી, મેઘપરના સરપંચ ભુજુભાઈ આહિર, તાલુકા પંચાયત સભ્ય જીગરદાન ગઢવી, ભાજપ અંજારના માજી પ્રમુખ શંભુભાઈ મ્યાત્રા અને ગૌ સક્ષક રાજભા ગઢવી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અંતે, આયોજકોએ તમામ સહભાગી ટીમો, મહેમાનો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા આયોજનો કરતા રહેવાની ખાતરી આપી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ સંચાલન ધાણેટીના જાણીતા કોમેન્ટેટર પિન્ટુભાઈ માતાએ કર્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *