કાશ્મીર હુમલા બાદ ફ્લાઈટ ભાડામાં મોટો વધારો: માનવતા સામે વેપાર?

કાશ્મીર હુમલા બાદ ફ્લાઈટ ભાડામાં મોટો વધારો: માનવતા સામે વેપાર? કાશ્મીર હુમલા બાદ ફ્લાઈટ ભાડામાં મોટો વધારો: માનવતા સામે વેપાર?

ગાંધીધામ ટુડે ન્યૂઝ | નેશનલ ડેસ્ક

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી અફરાતફરી વચ્ચે, કાશ્મીરમાંથી બહાર નીકળવા માંગતા પ્રવાસીઓ માટે પ્લેન ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. મુસાફરોમાંથી ઘણા એવા છે, જેમણે કહ્યું કે તેમના માટે પરિવાર સુધી પરત ફરવું હવે ‘પ્રિમિયમ સુરક્ષા’ જેવી સ્થિતિ થઈ ગઈ છે.

Advertisements

આ અસમાન્ય અને લાગણીહીન ભાવવધારોને લઈને હવે એરલાઈન્સોની નૈતિક જવાબદારી સામે સવાલો ઉભા થયા છે. ઇમરજન્સી વચ્ચે એવા સમયે જ્યારે એક દેશપ્રેમી અભિગમ અપનાવવો જોઈએ, ત્યારે કેટલાક એરલાઈન્સ કંપનીઓએ ઉંડા માથાથી નહીં પરંતુ ઊંચા ભાડાથી જવાબ આપ્યો છે.

સંકટની ઘડીએ લાગણી નહીં, નફો જોઈ રહ્યો ઉદ્યોગ?

અસલ સમસ્યા એ છે કે, સુરક્ષા માટે ડરેને બહાર નીકળવા માંગતા પ્રવાસીઓની ભાવુક સ્થિતિને તક તરીકે ઉપાડવામાં આવી રહી છે. social media પર યાત્રીઓએ તેમના કેશબેરિંગ સ્ક્રીનશોટ શેર કરતા કહ્યુ કે, સામાન્ય દિવસોમાં ₹4,000ની મળતી ફ્લાઈટ આજે ₹22,000 સુધી પહોંચી ગઈ છે.

આ સ્થિતિને પગલે લોકોના દિલમાં “એરલાઈન્સ માટે માનવતા શું માત્ર બ્રાંડ સ્લોગન છે?” એવો તીવ્ર પ્રશ્ન ઊભો થયો છે.

કેન્દ્ર સરકારે નોંધ લીધી, ડીજીસીએએ આપી તાત્કાલિક સલાહ

Advertisements

23 એપ્રિલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તમામ એરલાઈન્સ માટે તાત્કાલિક સલાહ (Advisory) બહાર પાડવામાં આવી છે. જેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે:

  1. ફ્લાઈટ સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી મુસાફરો ઝડપથી અન્ય શહેરો તરફ જઇ શકે.
  2. ફી માફ કરવી (Cancellation / Rescheduling) અને stranded પ્રવાસીઓ માટે દરેક શક્ય સહાયતા આપવામાં આવે.
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment