ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ કાશ્મીરના પહેલગામ મા આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ૨૬ લોકો ને માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, આદિપુર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
માનવતા ગ્રુપ સંચાલિત સિલાઈ તાલીમ વર્ગ માં આ માટે સર્વ ધર્મ પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી હતી અને બે મિનિટનો મૌન પાડી મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી .

માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા તેમજ અલ્પા ગોસ્વામી એ આ નીંદનીય ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. મૃતકોના પરિવારજનોને આવી પડેલ દુઃખની ઘડીમાં પરમ પૂજ્ય પરમાત્મા શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.