ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સામખિયારી રાધનપુર હાઇવે પર પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નામચીન આરોપી અનિલસિંહ અમરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા રહે શિવલખા તાલુકો ભચાઉનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે.
આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં ખૂન સહિત મારામારીના વિવિધ ૬થી વધુ ગુનાઓ નોંધાયેલ છે જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબીંગ ગુનાનો સમાવેશ થાય છે.
શિવલખા તાલુકો ભચાઉના સરવે નંબર ૫૭૪/૧ તથા ટ્રા. સ. નંબર ૧૩૧૭/૪/બિન નંબરી ૪૭ પૈકીની સરકારી જમીન પર આરોપીઓએ ગેરકાયદે કબજો કર્યો હતો. આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારું હોટલનું બાંધકામ કરેલ હતું . લાકડીયા પોલીસની કાર્યવાહી દરમિયાન આ તમામ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.