ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છમાં રીઢા બૂટલેગરો અને અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો સામે તંત્રનું “ઓપરેશન બુલડોઝર” પૂરજોશમાં ચાલે છે. આજે ભચાઉના દરબારગઢમાં રહેતા કથિત બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજા ઉર્ફે ‘મામા’ના દબાણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી.

મામાએ પોતાની પત્નીના નામે રહેણાંક મકાનમાં તંત્રની મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે વિગતોની પુષ્ટિ કર્યા બાદ, ભચાઉ પોલીસ અને વિસ્તાર વિકાસ મંડળના સહયોગથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ. જાડેજાની આગેવાનીમાં સમગ્ર દબાણ દૂર કરાયું.