વિમાન દુર્ઘટનાની અસર: હવાઈ મુસાફરીમાં 25% ઘટાડો, યાત્રિકોમાં ઉચાટ

વિમાન દુર્ઘટનાની અસર: હવાઈ મુસાફરીમાં 25% ઘટાડો, યાત્રિકોમાં ઉચાટ વિમાન દુર્ઘટનાની અસર: હવાઈ મુસાફરીમાં 25% ઘટાડો, યાત્રિકોમાં ઉચાટ

ગાંધીધામ ટુડે ન્યુઝ:  અમદાવાદમાં અગાઉ થયેલી વિમાન દુર્ઘટના અને ત્યારબાદ દેશમાં અન્ય સર્જાયેલી ઉડાન અકસ્માતોની સીધી અસર હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. મુસાફરોમાં સુરક્ષા અંગે ઉચાટ ફેલાતા અનેક પ્રવાસીઓએ હવાઈ મુસાફરી કરતા પાછું ફરવાનું પસંદ કર્યું છે. જેને પગલે ભુજ એરપોર્ટ પર યાત્રિકોની સંખ્યા ઘટી ગઈ છે.

અગાઉ દરરોજ ભુજ એરપોર્ટ પર સરેરાશ 750 મુસાફરોની અવરજવર નોંધાતી હતી, જે હાલ ઘટીને 650 સુધી આવી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સ સાથે જોડાયેલા સંચાલકો જણાવે છે કે દુર્ઘટના બાદ ભુજ સહિત ગુજરાતના અનેક એરપોર્ટ્સ પરથી રિઝર્વેશનમાં સરેરાશ 25% નો ઘટાડો નોંધાયો છે.

Advertisements

એર ઇન્ડિયાની બપોરની ફલાઈટ : હવે 30 જૂન સુધી

ભુજ-મુંબઈ વચ્ચે એર ઇન્ડિયાની બપોરની ફ્લાઈટ 16 મેથી શરૂ કરવામાં આવી હતી. ઉડાનનું સમયપત્રક અનુસાર વિમાની સેવાએ બપોરે 12:10 કલાકે મુંબઈથી ઉડી 13:35 કલાકે ભુજ પહોંચવાનું અને 14:05 કલાકે ફરી ભુજથી મુક્ત થઈને 15:40 કલાકે મુંબઈ પહોંચવાનું હતું. પરંતુ આ ફ્લાઈટ માટે સ્લોટ ફક્ત 30 જૂન સુધી મંજુર છે. જેટલાં સમય સુધી નવા સ્લોટ ન મળે ત્યાં સુધી 1 જુલાઈથી આ સેવા અટકી શકે છે.

Advertisements

એલાયન્સ એર સેવા પાંચ દિવસથી બંધ

ભુજ-મુંબઈ વચ્ચે દૈનિક ત્રણ ફ્લાઈટસ ચાલી રહી છે – બે એર ઇન્ડિયા અને એક એલાયન્સ એર. જોકે, એલાયન્સ એરના વિમાન 13 જૂનથી ટેકનિકલ કારણોસર ભુજ આવી નથી. આ સેવા છેલ્લા પાંચ દિવસથી સંપૂર્ણ બંધ છે. અગાઉ પણ એલાયન્સ એર વિમાની અનિયમિતતાને લઇને મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment