ગાંધીધામ ટુડે, ન્યૂઝ: કચ્છ સહિત સમગ્ર દેશમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. ઘણી વખત તો સંબંધો પર લાંછન લાગે તેવી ઘટનાઓ સામે આવે છે. પિતા દ્વારા પુત્રી પર બળાત્કાર, કાકા દ્વારા ભત્રીજી પર બળાત્કાર જેવી અનેક ઘટનાઓ રોજરોજ સામે આવી રહી છે. ત્યારે અંજાર તાલુકાના એક ગામમાં સંબંધોને લાંચન લગાવતી વધુ એક ઘટના સામે આવી છે.
અહિં હરામખોર સગા પુત્રએ જ પોતાની 80 વર્ષિય માતા પર બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગુરુવાર ૨૭ ફેબ્રુઆરીની રાત્રે નવના અરસામાં ૫૦ વર્ષનો અપરિણીત દારુડિય પુત્રે એંસી વર્ષની વૃધ્ધ માતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
માતાને દુઃખ સહન ન થતાં બ્રેઈન સ્ટ્રોક આવ્યું – હાલત ગંભીર
ઘટનામાં વૃધ્ધ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. સગા પુત્રએ આચરેલું પાપ સહન ના થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી જનેતાને બ્રેઈન સ્ટ્રોક આવી જતાં હેમરેજ થઈ ગયું છે. હાલ આ વૃધ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજૂક હાલતમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે નાના ભાઈની વહુએ અંજાર પોલીસ મથકે જેઠ સામે આપેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કપાતરને ઝડપી લીધો છે.
સમગ્ર કચ્છમાં જ્યારે થી આ સમાચાર સામે આવ્યા છે ત્યાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આવા નાલાયક પુત્રને કોઈપણ સજા મળે તે નાની ગણાય. ગાંધીધામ ટુડે પ્રાર્થના કરે છે કે માતા જલ્દીથી સ્વસ્થ થાય.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી પર અગાઉ ગાંધીધામ અને અંજારમાં દારૂ પીવાના ત્રણેક ગુના નોંધાઈ ચૂકેલાં છે. ઉલ્લેખનીય છે કે, માતા – પુત્ર સાથે એક જ મકાનમાં રહે છે. બાજુમાં નાના ભાઈનું મકાન આવેલું છે. દારૂડિયો પુત્ર વર્ષોથી કશો કામ-ધંધો કરતો નથી અને રખડી ખાય છે. નાલાયક દીકરો કાયમ વૃધ્ધ માતાને મારકૂટ કરતો હોવાનું જાણવા મળી રહ્યૃુ છે. દારૂ પીવા પૈસા ના હોય તો ઘણીવાર માતાને ભીખ માંગવા મજબૂર કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.