આદિપુર સોનાપુરી ટ્રસ્ટ ખાતે દ્વારા જનસેવા કાર્યોનું ઉદ્ઘાટન

આદિપુર સોનાપુરી ટ્રસ્ટ ખાતે દ્વારા જનસેવા કાર્યોનું ઉદ્ઘાટન આદિપુર સોનાપુરી ટ્રસ્ટ ખાતે દ્વારા જનસેવા કાર્યોનું ઉદ્ઘાટન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર સોનાપુરી ટ્રસ્ટમાં આવતા-જતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સુવિધા માટે એકતા યુવા ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આરો પ્લાન્ટ અને કોલ્ડ વોટર ટેન્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જ, રોટરી ક્લબ આદિપુર દ્વારા 51 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ ભગીરથ કાર્યક્રમમાં આરો પ્લાન્ટ અને કોલ્ડ વોટર ટેન્કના દાતા તેમજ રોટરી ક્લબના ગવર્નર સંદીપભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આદિપુર રોટરી ક્લબના સૌ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Advertisements

આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓની પણ નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ વિજય પરમાર, મહામંત્રી મનોજ મૂલચંદાણી, વિજયસિંહ જાડેજા, અને મોમાયાભા ગઢવીનો સમાવેશ થાય છે.

રોટરી ક્લબ આદિપુરના પ્રમુખ ઋષિરાજસિંહ ચુડાસમા અને મહામંત્રી મનસુખભાઈ સોરઠીયા સહિત સમગ્ર ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા આવેલા તમામ મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સોનાપુરી ટ્રસ્ટના ટ્રસ્ટી રામજીભાઈ આગડિયા, ભાનુશાલી દેશમાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી, એસઆરસીના ડાયરેક્ટર હરેશ કલ્યાણી, કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર કમલેશભાઈ દાસાણી, ભજન દરબારના પ્રમુખ મોહન ઉદાસી, અને સિંધી ભાનુશાલી મહાજન સરોવરના દીપકભાઈ નંદા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisements

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એકતા યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુરના પ્રમુખ નંદુભાઈ મિઠવાણી (નંદુ સબકા બંદૂ), પરમાનંદ દલવાણી, કિશોર ભાનુશાલી, નારુ ભાનુશાલી, ચંદુ આસનાણી, ભજન લાલ, સંજુ કે સકવાણી, સોનુ ભાનુશાલી, ગોધુભાઈ ભાનુશાલી, વાસુભાઈ કલ્યાણી અને ધવનભાઈએ જહેમત ઉઠાવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment