ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો

ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

આ ચેનલોમાં ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવા ઘણા મોટા યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. આ સાથે, ભારતમાં ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ આતંકવાદી ઘટના બાદ ગૃહ મંત્રાલયની ભલામણોને ધ્યાનમાં લઈને ભારત, તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, જૂઠાણા અને ખોટી માહિતી ફેલાવવા બદલ ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

પાકિસ્તાનની જે 11 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શોએબ અખ્તરની ચેનલ તેમજ ત્યાંના ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય છે ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર ટીવી, ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ અને ઉઝૈર ક્રિકેટ જેવા નામોનો સમાવેશ થાય છે. 

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *