ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે

ભારત અને ફ્રાન્સે સોમવારે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા. ડીલ અંતર્ગત, ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે.

આ વિમાનો પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે. અહેવાલો અનુસાર, ફ્રાન્સ સાથેની આ ડીલ લગભગ 63,000 કરોડ રૂપિયામાં થઈ રહી છે. શસ્ત્ર ખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.

23 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં વિમાનની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.

ભારત INS વિક્રાંત પર રાફેલ મરીન વિમાન તહેનાત કરશે. વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફારો કર્યા છે. તેમાં એન્ટિ-શિપ સ્ટ્રાઈક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત, કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેરપાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરાં પાડશે.

અહેવાલો અનુસાર, આ વિમાનોની ડિલિવરી 2028-29 માં શરૂ થશે અને બધાં વિમાન 2031-32 સુધીમાં ભારત પહોંચી જશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *