ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ યોજાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ યોજાશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ યોજાશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. દરમિયાન આજરોજ પાકિસ્તાનના લાહોરમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે તેઓ ૯મી તારીખે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતનો સામનો કરશે.

આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ ક્રિકેટ જગતની સૌથી મોટી મેચ છે. અહીં સુધી પહોંચવા માટે ટીમોએ પોતાની ઘણી મેચો જીતવી પડે છે, તો જ તેમને ટાઈટલ મેચ રમવાની તક મળે છે. ભારતીય ટીમે પણ આવું જ કર્યું છે. ભારતે પહેલા તેની તમામ લીગ મેચો જીતી અને પછી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો, જ્યાં ભારત ૪ વિકેટથી જીત્યું. દરમિયાન, જાે આપણે ફાઈનલની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ મજબૂત ટીમ છે.

ખરેખર, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, કારણ કે ટીમ ઈન્ડિયા ફાઈનલ રમી રહી છે. ભારતે તેની તમામ મેચ દુબઈમાં રમી છે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે પણ ત્યાં એક મેચ રમી છે. ભારત અને ન્યુઝીલેન્ડ એક જ ગ્રુપમાં હતા તેથી તેમની વચ્ચે છેલ્લી લીગ મેચ દુબઈમાં જ યોજાઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવી હતી.

ભલે આઈસીસીએ સેમીફાઈનલમાં નવી પીચ આપી હોય અને શક્ય છે કે ફાઈનલ માટે પણ એ જ આયોજન કરવામાં આવે એટલે કે પીચ નવી હોય, પરંતુ ભારતીય ટીમને હવે ત્યાંના વાતાવરણની આદત પડી ગઈ છે. તો ન્યૂઝીલેન્ડની ટીમે ઘણી વખત આઈસીસી ટૂર્નામેન્ટના નોકઆઉટમાં ભારતને હરાવ્યું છે. આ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *