ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી, જ્યારે નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સૂત્રોનો દાવો છે કે ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની યોજના હતી. ભારતીય સેનાને આ અંગે માહિતી મળી અને તેમણે પહેલા જ હુમલો કરી કાવતરું નિષ્ફળ બનાવ્યું.
ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયેલા 7 લોકોમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના 3-4 સભ્યો પણ માર્યા ગયા. આ ટીમ સરહદ પારની કામગીરીમાં નિષ્ણાત છે, જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 5 આતંકવાદી માર્યા ગયા છે. આમાં BAT ટીમના સભ્યોનો ઉલ્લેખ કર્યો નહોતો.
આ સમગ્ર ઘટના બાદ પાકિસ્તાની સેનાએ પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. મળતી માહિતી મુજબ, નિયંત્રણ રેખા તરફના સમગ્ર વિસ્તારને પાકિસ્તાની સેનાએ ઘેરી લીધો છે. પાકિસ્તાની સેનાના બે બ્રિગેડિયર પીઓકે તરફ ઉભા રહીને સ્થિતિ પર નજર રાખતા જોવા મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં જમ્મુના કૃષ્ણા ઘાટી વિસ્તારની સામેના બટ્ટલ વિસ્તારમાં પાકિસ્તાનની 7 ચોકીઓ પર સફેદ ઝંડો ફરકાવવામાં આવ્યો છે.

આતંકવાદીઓ અલબદ્ર ગ્રુપના હોઈ શકે છે સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અલબદ્ર ગ્રુપના હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીતથી ઉકેલીશું.
પાકિસ્તાની PMએ કહ્યું- વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ આવશે ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કર્યો છે જ્યારે એક દિવસ પહેલાં 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીતથી ઉકેલીશું.
POKમાં જૈશ-લશ્કરની બેઠક થઈ, સરકારે આપી મંજૂરી પાકિસ્તાની PMના નિવેદન પછી જ સરકારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાને PoKના રાવલકોટમાં રેલી યોજવાની પરવાનગી આપી. બંદૂકો અને AK-47 લહેરાવાતી હતી. આ રેલીમાં ભારતવિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. આમાં હમાસના નેતાઓ પણ હાજર હતા.

આતંકવાદીઓ સામે ભારતના છેલ્લા બે મોટા હુમલા
2016: પહેલી સર્જિકલ સ્ટ્રાઈક
- તારીખ- 18 સપ્ટેમ્બર 2016. સમય – સવારે 5:30 વાગ્યે. ભારતીય સૈનિકોના વેશમાં ચાર આતંકવાદી LoC પાર કરીને કાશ્મીરમાં પ્રવેશ કર્યો. તેમનો ટાર્ગેટ ઉરીમાં ભારતીય સેનાનું બ્રિગેડ મુખ્યાલય હતો. આતંકવાદીઓએ પરોઢ પહેલાં હુમલો કર્યો. 3 મિનિટની અંદર આતંકવાદીઓએ કેમ્પ પર 15થી વધુ ગ્રેનેડ ફેંક્યા. આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાન શહીદ થયા. ઘણા ઘાયલ થયા. સેનાના જવાનોએ ગોળીબાર કરીને જવાબ આપ્યો. આમાં ચારેય આતંકવાદી માર્યા ગયા.
- આ હુમલા સામે દેશમાં ગુસ્સો હતો. બધે બદલાની વાત ઊઠી રહી હતી. સુરક્ષા એજન્સીઓને ખબર પડી હતી કે આ આતંકવાદીઓ PoKથી આવ્યા હતા અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. પાકિસ્તાની સેના તેમને સંપૂર્ણ સમર્થન આપે છે.
- આ પછી 29 સપ્ટેમ્બર 2016નો દિવસ. ભારતના DGMO એટલે કે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ, લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહે એક પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે જાહેરાત કરી કે ભારતે સરહદ પાર આતંકવાદીઓનાં લોન્ચ પેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. આનો અર્થ એ થયો કે પહેલીવાર ભારતીય સેનાએ LoC પાર કરી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો. આ ફક્ત ઉરી હુમલાનો બદલો નહોતો, પણ પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી પણ હતી કે જ્યારે પણ આતંકવાદી હુમલો થશે ત્યારે ભારત તેમના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખશે. ભારતના આ પગલાથી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. 2018માં સરકારે સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વર્ષગાંઠ પર નીચેનો વીડિયો બહાર પાડ્યો.
2019: બાલાકોટમાં હવાઈહુમલો
- 14 ફેબ્રુઆરી 2019. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક વિસ્ફોટ થયો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 78 સૈનિકના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં આપણા 40 સૈનિક શહીદ થયા. આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો, એ દરમિયાન પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એની જવાબદારી લીધી. આ લોકસભાની ચૂંટણીનો સમય હતો, તેથી વાતાવરણમાં વધુ ધમાલ હતી.
- બે અઠવાડિયાંમાં 48 વર્ષ પછી ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા (LoC) પાર કરી અને પાકિસ્તાનના ઉત્તર-પૂર્વમાં આવેલા ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. તેનું નામ ઓપરેશન બંદર રાખવામાં આવ્યું.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતીય સેનાના મિરાજ વિમાને 150-200 આતંકવાદીને ઠાર માર્યા હતા. માર્યા ગયેલાઓમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો સાળા સહિત લગભગ એક ડઝન ટોચના આતંકવાદીઓનો સમાવેશ થાય છે.