ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દેશના ૧૨ મહાબંદરગાહોમાં કંડલા પોર્ટ વર્ષો સુધી કાર્ગો હેન્ડલિંગમાં પ્રથમ સ્થાને હતું. જાેકે છેલ્લા બે વર્ષથી પૂર્વ ભારતમાં આવેલું પારાદીપ પોર્ટ કંડલાને જબરદસ્ત હરીફાઇ પૂરી પાડવાની સાથે પ્રથમ નંબરનું સ્થાન પણ આંચકી લીધું હતું. દરમિયાન વર્ષ ૨૦૨૪-૨૫ના અંતે કંડલા પોર્ટે ૧૫૦ એમએમટી (મિલિયન મેટ્રિક ટન) કાર્ગો હેન્ડલ કરવાની સાથે પ્રથમ ક્રમાંક ફરી હાંસલ કરી લીધો હોવાનો દાવો કર્યો હતો. સાથે કચેરી અને પોર્ટે પર ઉજવણીઓ પણ કરી હતી. પરંતુ પારાદીપ પોર્ટે પણ કાર્ગો હેન્ડલિંગમાં પોતે સૌથી આગળ રહ્યું હોવાની સાથે મહાબંદરગાહોમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યું હોવાનો દાવો કર્યો છે. આમ ભારતના બન્ને મહાબંદરગાહો પોતે નંબર ૧ છે તેવો દાવો કરી રહ્યા છે.
બન્ને મહાબંદરગાહોએ મંગળવારે પોતાના કાર્ગો હેન્ડલિંગના આંકડા અને સિદ્ધિઓની યાદી જારી કરી હતી. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તે જારી કરવામાં આવ્યા હતા. કંડલા પોર્ટે કાર્ગો હેન્ડલિંગનો આંકડો ૧૫૦.૧૫ એમએમટી બતાવ્યો છે. જ્યારે પારાદીપ પોર્ટે આંકડો ૧૫૦.૪૧ એમએમટી બતાવ્યો છે. આમ આંકડાની રીતે જાેઇએ તો કંડલા પારાદીપ કરતા પાછળ છે. ત્યારે હવે શિપિંગ મંત્રાલય કોને પ્રથમ નંબર આપે છે તે જાેવાનું રહ્યું.
કંડલા પોર્ટે મંગળવારે જારી કરેલી યાદીમાં જણાવ્યું હતું કે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરતા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કાર્ગો હેન્ડલિંગમાં ૧૫૦ સ્સ્ નો આંકડો પાર કર્યો છે. જે અભૂતપૂર્વ ૧૫૦.૧૫ એમએમટી તેના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ કાર્ગો વોલ્યુમ છે. ભારતનું નંબર ૧ મુખ્ય બંદર: ડીપીએ એ દેશના તમામ મુખ્ય બંદરોમાં તેનું સ્થાન પાછું મેળવ્યું છે. શ્રેષ્ઠ પ્રદર્શનકાર સાથે સૌથી વધુ કાર્ગો થ્રુપુટ સાથે ઓલ ઈન્ડિયા મેજર બંદરોનું નેતૃત્વ કર્યું છે. અને ૧૩% વાર્ષિક વૃદ્ધિ દર પ્રાપ્ત કર્યો, જે તમામ મુખ્ય બંદરોમાં સૌથી વધુ છે.
પારાદીપ પોર્ટે કહ્યું કે પોર્ટે નંબર ૧ રેન્ક જાળવી રાખ્યો છે. ૨૦૨૪-૨૫માં પોર્ટે ૧૫૦.૪૧ એમએમટી કાર્ગો હેન્ડલ કર્યો છે. જેમાં ૭.૬૫% વૃદ્ધિ સાથે કોસ્ટલ શિપિંગમાં નંબર ૧નું સ્થાન છે. ૮૧.૦૧ સ્સ્ રેલ-જન્ય ટ્રાફિક – મુખ્ય બંદરોમાં સૌથી વધુ રહ્યો છે. ૧૧૧% કન્ટેનર કાર્ગો વૃદ્ધિ નોંધાઇ છે. ૨૨,૮૦૦+ રેક્સે એક નવો રેકોર્ડ સંભાળ્યો છે.