ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ICAIના વિદ્યાર્થી વિંગ WICASA ગાંધીધામ દ્વારા વેલસ્પન કોર્પ લિ.– પાઇપ ડિવિઝન, અંજાર ખાતે 31 મે 2025ના રોજ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનું સફળ આયોજન કરવામાં આવ્યું.
વિઝિટનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ અનુભવ આપવાનો રહ્યો હતો. 50થી વધુ CA વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ, અને ઈન્વેન્ટરી મેનેજમેન્ટ જેવા વિભાગો વિશે જ્ઞાન મેળવ્યું.
વિદ્યાર્થીઓનું વેલસ્પન ટીમના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને જિતેન્દ્ર ગુપ્તા (એ.ચાર હેડ), જીજ્ઞેશ ચોકશી (ક્વોલિટી હેડ) અને અન્યોએ માર્ગદર્શન આપ્યું.

CA વિરાગ આચાર્ય, WICASA ગાંધીધામના અધ્યક્ષે જણાવ્યું કે: “વ્યવહારિક અનુભવ વિદ્યાર્થીઓને વ્યવસાય જગત માટે તૈયાર કરે છે.”
ઉપાધ્યક્ષ ફીઝા શોભાણી એ પણ જણાવ્યું કે: “આ વિઝિટ વિદ્યાર્થીઓ માટે જીવંત શીખવણીનું માધ્યમ બની.”
આ ઉદ્યોગ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ કારકિર્દી વિકાસ માટે નવી દિશા અને પ્રેરણા મેળવી. WICASA ગાંધીધામ આગામી સમયમાં પણ આવા શિક્ષણમુલક કાર્યક્રમો યથાવત્ ચાલુ રાખશે.