ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં પેન્ડિંગ રહેલા રૂ. 36,296 કરોડના મોટાપાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી અમલમાં મૂકવા દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ.
PMG મિકેનિઝમ દ્વારા અવરોધો દૂર કરવાનો પ્રયાસ:
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના ઈકોનોમિક એડવાઈઝર પ્રવીણ મહતાએ જણાવ્યું કે ગુજરાત-રાજસ્થાનમાં કુલ 18 ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ નડી રહેલા 22 મુદ્દાઓને ઉકેલવા માટે અધિકારીઓને પ્રોએક્ટિવ વલણ રાખવાની સૂચના અપાઈ છે.
ગ્રિડ સાથે સોલાર એનર્જીનું ઈન્ટિગ્રેશન:
ગુજરાતના સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ સહિત રાજસ્થાનના બિકાનેર, જેસલમેર અને બાડમેરમાં સોલાર ઝોન બનાવાશે. રૂ. 14,147 કરોડના ખર્ચે આ વિસ્તારોમાં ટ્રાન્સમિશન લાઈન અને સબસ્ટેશન તૈયાર થશે, જે રિન્યુએબલ એનર્જીને નેશનલ પાવર ગ્રિડ સાથે જોડશે.
ટેલિકોમ સેવાઓના વિસ્તરણ માટે પણ પગલાં:
રિલાયન્સ Jioના 5G/4G નેટવર્ક વિસ્તરણના રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા પણ કરવામાં આવી. ખાસ કરીને વન વિસ્તાર તથા અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન વધારાશે.
PMG પોર્ટલનું સહયોગી વલણ:
સરકારના PMG પોર્ટલ દ્વારા 500 કરોડથી વધુ મૂલ્યના પ્રોજેક્ટ્સ માટે કોઈપણ પ્રકારના મંજૂરી સંબંધિત અવરોધો દૂર કરવા સરળતા પૂર્વક કાર્યવાહી થતી રહે છે. સરકાર આવા મોટા પ્રોજેક્ટ્સ માટે કોઈ ચાર્જ લેતી નથી.