ગાંધીધામમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા: હજારો ભક્તો ઉમટી પડ્યા, ભક્તિમય વાતાવરણ છવાયું!

ગાંધીધામમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા: હજારો ભક્તો ઉમટી પડ્યા, ભક્તિમય વાતાવરણ છવાયું! ગાંધીધામમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા: હજારો ભક્તો ઉમટી પડ્યા, ભક્તિમય વાતાવરણ છવાયું!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજે આષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ગાંધીધામમાં ધર્મ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. “જય જગન્નાથ” ના ગગનભેદી નાદથી સમગ્ર ગાંધીધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ઓરિસ્સાના પુરી ખાતેની ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની પ્રાચીન પરંપરાને જીવંત રાખીને, ગાંધીધામમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનામાં આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓમાં આ યાત્રા પ્રત્યે અનેરો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળતી હતી, જેણે આ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો.

Advertisements

આજે સવારે ગળપાદરના વર્ધમાનનગર સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આ રથયાત્રાનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથને શ્રદ્ધાળુઓએ ખેંચીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ હતી, જ્યાં ઠેર ઠેર ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરીને રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ ભવ્ય શોભાયાત્રાનો અંતિમ પડાવ રેલવે કોલોની ખાતે આવેલું શિવમંદિર પરિસર છે. અહીં યાત્રા પહોંચ્યા બાદ, આગામી 4 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંધ્યા આરતી, મહાપ્રસાદ વિતરણ, ભજન-કીર્તન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો દ્વારા ભક્તોને ભગવાનની વધુ નજીક આવવાનો અવસર મળશે.

મહત્વપૂર્ણ રીતે, 5 જુલાઈના રોજ બાહુડા યાત્રા પણ યોજાશે. આ દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પોતાના મુળ સ્થાનક ગળપાદરના જગન્નાથ મંદિરે પરત પધારશે.

આ યાત્રા પણ એટલી જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. ગાંધીધામમાં યોજાયેલી આ જગન્નાથ રથયાત્રાએ સમગ્ર શહેરમાં આધ્યાત્મિક અને ભક્તિમય માહોલ સર્જ્યો હતો.

ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રાનું હર્ષભેર સ્વાગત

ગાંધીધામ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રાનું ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હર્ષોઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કેડર સેલના ચેરમેન ભરતભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંહ ચૌધરી, બક્ષી પંચ ચેરમેન લાલજીભાઈ સથવારા, તેમજ અગ્રણીઓ અરૂણભાઈ હલાણી, વાલજીભાઈ મહેશ્વરી અને સિકંદરભાઈ રાય ઉપસ્થિત રહ્યા હતા.

આ માહિતી ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફભાઈ ખલીફા દ્વારા આપી હતી. તેમણે જણાવ્યું કે રથયાત્રા અમારા માટે ધાર્મિક તેમજ સામાજિક સમરસતાનું પ્રતિક છે. કોંગ્રેસ સમિતિ દરેક સમાજ સાથે ખભે થી ખભા મિલાવીને ઉભી છે

ભગવાન શ્રી જગન્નાથજી ની પારંપરિક ભવ્ય રથયાત્રા સમસ્ત સનાતન હિન્દૂ સમાજ દ્વારા ગળપાદર થી નીકળી નિયત સ્થાન ગાંધીધામ રેલવે કોલોની શિવ મંદિરે પહોંચી હતી. રસ્તામા અનેક જગ્યાએ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisements


ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારત માં મોટા ભાગના સ્થાનો પર નીકળતી હોય છે પરંતુ જોગાનુજોગ અષાઢી બીજ ના આ પવિત્ર દિવસે કચ્છી નવું વર્ષ પણ હોય છે જેથી કચ્છ ના લોકો માં આ દિવસે બેવડો આનંદ હોય છે. આ કચ્છ માં અનેક જગ્યાએ લોકો પારંપરિક પહેરવેશ માં સજ્જ થઈ કચ્છી નવા વર્ષ ની એક બીજા ને શુભેચ્છાઓ આપે છે.અતિ આનંદ ના આ દિવસે મેઘરાજા પણ પણ સુકનવંતુ વરસાદી મુહુર્ત સાચવે છે.આ દિવસે કચ્છ માં વરસાદ ની શરૂવાત થતી હોય છે.
રથયાત્રા માં ગાંધીધામ ઝંડાચોક મધ્યે કર્તવ્ય ટીમ દ્વારા હંમેશા ની જેમ રથયાત્રા અને આયોજકો-ભક્તો નું સ્વાગત સાથે સન્માન કર્યું હતું, લોકો માટે ઠંડા પાણી, લીંબુ સરબત તથા પ્રસાદ નું આયોજન કર્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment