ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના અંબેડકર ભવન ખાતે ગૂંજ – વોઇસ ઓફ ધ સોલ દ્વારા 13 ઑગસ્ટ, 2025ના રોજ સાંજે 4 વાગ્યાથી જન્માષ્ટમી ગ્રાન્ડ ગોકુલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પરિવારજનો અને બાળકો હાજરી આપી આનંદ માણ્યો.

કાર્યક્રમમાં વૃંદાવન ઝૂલા, બાળકો માટે ટેટૂ, મટકી આર્ટ, બાંસુરી પેઇન્ટિંગ, આર્ટ પાર્ટી, સેલ્ફી સ્પર્ધા, મટકી ફોડ, લાઇવ સ્ટોરીટેલિંગ, રમતો, થીમ આધારિત ડેકોરેશન સાથે ફોટોબૂથ તથા પેટ શો બર્ડ શો બાય જોયા બર્ડ જેવી અનોખી અને રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મટકી ફોડ બાય સમર્પણ ગ્રુપ કાર્યક્રમમાં દર્શકોની ઉત્સાહભરી હાજરી રહી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ફો પોઇન્ટ, ડિવાઇન લાઇફ હોસ્પિટલ, શ્રીરામ ગ્રુપ, ગુલ દરિયાની, શેવક લખવાણી, શ્રીમતી તુલસી સુજન, ડૉ. જી.કે. ખાનચંદાણી, ગ્લેમ ઑન, રીન્યુ પ્લસ સ્કિન અને સર્જિકલ હોસ્પિટલ, ખાવડા હેન્ડીક્રાફ્ટ, ટ્રાઇડેન્ટ ડેન્ટલ ક્લિનિક સહિતના સ્પોન્સર્સ અને ફર બેબીઝ, સમર્પણ ગ્રુપ, ભૂમિ મંડપ, રેજ યોગા સ્ટુડિયો, બીવીપી, ડીજે જલક અને નીખિલ હરસ એન્કર તરીકે.તેમજ બેબી સ્ટેપ્સ પ્રોપ્સ સ્ટુડિયો ,કાંગારૂ કિડ્સ પ્રી-સ્કૂલ,હેવનલી સ્ટાર્સ પ્રી-સ્કૂલ,રેઈનબો ઈંગ્લિશ સ્કૂલ,સેંટ થોમસ સ્કૂલ દ્વારા વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

આ અવસરે કાર્યક્રમના આયોજકો ડૉ. ક્રીમી પટેલ, ડૉ. ઝરણા દામાણી, ડૉ. ભક્તિ સોમાણી, ડૉ. કાજલ થારવાની, ડૉ. રેણુ ચંદનાણી, ડૉ. સપના કટુઆ, ડૉ. આકાંક્ષા ખત્રી તથા ડૉ. અર્ચના પટેલે શહેરવાસીઓને ઉપસ્થિતિ અને સહયોગ બદલ આભાર માન્યો હતો.

શહેરમાં આવી ભવ્ય ઉજવણીથી જન્માષ્ટમીના પાવન પર્વમાં ઉમંગ અને આનંદનો રંગ છવાઈ ગયો હતો.