ગાંધીધામ ટુડે, ન્યૂઝ : CA Day (1મી જુલાઈ) ની પૂર્વસંધ્યાએ WIRC ગાંધીધામ અને WICASA ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે “JOSH 2025 – દિલમાં જોશ, સ્ટેજ પર ધમાકો!” શીર્ષક હેઠળ રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રજ્વલન વિધિથી કરવામાં આવી હતી, જેમાં પ્રકાશ સાથે ઉમંગ અને ઉજવણીની શુભ શરૂઆત થઈ. ત્યારબાદ એકથી એક ભાવવાહી અને મનોહર નૃત્ય તથા સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓએ દર્શકોનું દિલ જીતી લીધું.

વિદ્યાર્થીઓ અને સભ્યો માટે રમતો અને DJ નાઇટ હતું ખાસ આકર્ષણ
કાર્યક્રમ દરમિયાન મજેદાર રમતો પણ યોજાઈ હતી, જેમાં સભ્યો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મોજ અને મસ્તીથી ભરેલા આ સેગમેન્ટ પછી ભોજન સાથે સૌએ એકબીજા સાથે આનંદ વહેંચ્યો.

આમ અંતે DJ નાઇટ સાથે સમગ્ર કાર્યક્રમનો ઉર્જાભર્યો અંત આવ્યો, જેમાં બધા જ હાજર રહીને ઝૂમી ઉઠ્યા હતા અને સાંજને ભુલાવી ન શકાય તેવી યાદગાર બનાવતાં “JOSH 2025” ને સાચા અર્થમાં વિશિષ્ટ બનાવ્યો હતો.

WIRC અને WICASA ગાંધીધામ દ્વારા આયોજિત આ કાર્યક્રમ એકતા, ઉત્સાહ અને સાંસ્કૃતિક ભાવના માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો.