દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી સાથે કંડલા ટિમ્બર એસોસિએશનની મુલાકાત

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી સાથે કંડલા ટિમ્બર એસોસિએશનની મુલાકાત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી સાથે કંડલા ટિમ્બર એસોસિએશનની મુલાકાત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજ રોજ દિલ્હીની માનનીય મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી સાથે કંડલા ટિમ્બર એસોસિએશનના અધ્યક્ષ નવનીત ગજ્જર, ઉપપ્રમુખ હેમચન્દ્ર યાદવ, સચિવ ધર્મેશ જોશી, કોષાધ્યક્ષ ભરત પટેલ તેમજ સંસ્થાના અન્ય સભ્યોએ સૌજન્ય મુલાકાત લીધી હતી.
આ અવસરે સમિતિએ મુખ્યમંત્રીને અવગત કરાવ્યું હતું કે દિલ્હી તથા તેની આસપાસના વિસ્તારમાં રહેતા આશરે ૪૦% વેપારીઓ અમારા લાકડાના ઉદ્યોગ તથા અન્ય એકમો સાથે સંકળાયેલા છે. વેપારિક પ્રવૃત્તિઓને સરળતાથી ચાલુ રાખવા માટે ટ્રેન તથા વિમાન સેવાઓ શરૂ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
દિલ્લી માટે દૈનિક ઝડપી રેલ સેવાઓ તથા કાંડલા થી દિલ્લી સુધીની દૈનિક વિમાન સેવા માટે પણ મુખ્યમંત્રી પાસે વિનંતી રાખવામાં આવી. કંડલા ટિમ્બર એસોસિએશનની તરફથી મુખ્યમંત્રીનું કચ્છી શાલ અને સ્મૃતિ ચિહ્ન વડે સન્માન કરવામાં આવ્યું અને તેમને કચ્છ પ્રવાસ માટે હાર્દિક આમંત્રણ અપાયું. આ બેઠક સકારાત્મક રહી હતી અને અમને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી આપણા સૂચનો અને આવશ્યકતાઓ પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *