કિયારા આડવાની – સિદ્ધાર્થ મલહોત્રાના ઘરે કીલકારી ગુંજશે

કિયારા અડવાણી - સિદ્ધાર્થ મલહોત્રાના ઘરે કીલકારી ગુંજશે કિયારા અડવાણી - સિદ્ધાર્થ મલહોત્રાના ઘરે કીલકારી ગુંજશે

ગાંધીધામ ટુડે ન્યુઝ: બોલીવુડના ક્યુટ કપલ કિયારા અને સિદ્ધાર્થએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઉપર ગુડન્યુઝ શેર કરી છે. લગ્નના લગભગ બે વર્ષ પછી, કિયારા અડવાણીએ ચાહકો સાથે ખુશખબર શેર કરી છે કે તે માતા બનવા જઈ રહી છે. તેણે ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે.

પોસ્ટ બાદ ચાહકોએ બંન્નેને શુભકામના પણ આપી રહ્યા છે.પોસ્ટમાં તેમણે લખ્યું, ‘અમારા લાઈફની શ્રેષ્ઠ ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.’ આ પોસ્ટમાં, કિયારા અને સિદ્ધાર્થ બાળકના વૂલન મોજાં હાથમાં પકડેલા જોવા મળે છે.

કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1991માં મુંબઈમાં થયો હતો. પિતાનું નામ જગદીપ અડવાણી અને માતાનું નામ ગેનેવીવે જાફરી છે. કિયારા અને સિદ્ધાર્થની મુલાકાત 2021માં આવેલી ફિલ્મ શેરશાહના સેટ પર થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે સંબંધો વધ્યા અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા.

કિયારા અને સિદ્ધાર્થે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા. આ દંપતીએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નના બે વર્ષ પછી, આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *