ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તા.૩૦/૦૩/ર૦રપના અમદાવાદ નવરંગપુરા ખાતે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રેરિત ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ યુવા સંગઠનની રચના બેઠક ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સંગઠનની રચના તથા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આઅવી હતી.

ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે એન્જિનીયર કિશોરભાઈ સામતભાઈ ધુવા(કચ્છ)ની નિમણુંક કરવામાં આવી. આ સાથે જ કાર્યકારી પ્રમુખ તરીકે ડોકટર કિશનભાઈ કટુઆ (કચ્છ), મહામંત્રી તરીકે હિરેનભાઈ કે.આયડી (કચ્છ), એડવોકેટ હાર્દિક કેશવજીભાઈ ભરાડીયા (અમદાવાદ), પ્રકાશભાઈ ડી.જાડેજા (દેવભુમિ દ્વારકા), પાર્થભાઈ આર.મહેશ્વરી (અરવલ્લી)ની નિમણુંક કરવામાં આવેલ છે. અન્યો પ૧ સભ્યોની કમિટી બનાવવામાં આવી જેમાં આગામી સમયમાં હોદાઓની વરણી કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ નવી રચનાથી મહેશ્વરી યુવા સંગઠન વધુ મજબુત બનશે અને યુવાઓ માટે વિવિધ કલ્યાણકારી પ્રવૃતિઓ અને પ્રગતિમય કાર્યક્રમો આયોજન કરવામાં આવશે.પ્રદેશ યુવા સંગઠન પ્રમુખ તરીકે એન્જિ. કિશોર એસ.ધુવાની વરણીને સમાજના આગેવાનો, ધર્મગુરુઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો, મહિલા અને યુવા અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સંગઠનના તમામ પદાધિકારીઓએ તેમની નવી જવાબદારીઓ માટે હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ બેઠકનું સંચાલક પ્રદેશ મંત્રી એડવોકેટ વાલજીભાઈ આયડીએ કર્યુ હતુ. આ આયોજન માટે જીવણભાઈ મહેશ્વરી અને રમેશભાઈ મહેશ્વરીએ જહેમત ઉઠાવી હતી.