કચ્છના ચિત્રશિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગુજરાતમાં નામ રોશન કર્યું

કચ્છના ચિત્રશિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગુજરાતમાં નામ રોશન કર્યું કચ્છના ચિત્રશિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગુજરાતમાં નામ રોશન કર્યું

ગાંધીધામ ટુડે, ન્યુઝ : ૧૯૭૫માં સ્થપાયેલ ગુજરાત રાજય કલા શિક્ષક સંઘને ૫૦ વર્ષ પૂર્ણ થતા આણંદ ખાતેના સરદાર બેન્કવેટ હોલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર અને કચ્છ જિલ્લા કલા શિક્ષક સંઘના પ્રમુખ બુજ્જીબાબુ દોંગા (બાબુ સર ) નું કલાક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન બદલ ‘ શ્રેષ્ઠ કલાકાર શ્રેણીમાં કલા ગુરુ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ થી સન્માનિત ‘ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના આધ સ્થાપક શ્રી અરવિંદ વાકાણી, તત્વ ચિંતક અને લેખક શ્રી ચૈતન્ય સંઘાણી, કેળવણીકાર શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગુજ.વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણ ભાઈ સોલંકી દ્વારા શાલ ઓઢાળી, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખશ્રી પરેશ સેવક, મહામંત્રીશ્રી જિજ્ઞેશ લિંબચીયા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર અશોક ખાંટ, કનુભાઈ પટેલ અને કમલેન્દુ મહેતા ની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યો હતો.
કલા શિક્ષકોની શ્રેણીમાં કચ્છના ત્રણ કલા શિક્ષકોને મોડર્ન સ્કૂલની આર્ટ ટીચર પ્રિયા દોંગા, લર્નર્સ એકેડેમી ઈંગ્લિશ સ્કૂલની આર્ટ ટીચર મીરા સિદ્ધપુરા અને આત્મીય વિદ્યાપીઠની આર્ટ ટીચર રહી દોંગા ને વિદ્યાર્થીઓમાં કલાના વિકાસ અને કલા ક્ષેત્રમાં તેમના સમર્પણ અને પ્રયાસો અને વિશિષ્ટ કામગીરી બદલ વિશિષ્ટ ચિત્ર શિક્ષક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી સમિતિની શાળા નં-૮ નાં નિવૃત્ત આચાર્ય અને જાણીતા કાર્ટૂનિસ્ટ શ્રીરમેશ કાનજીભાઈ દેવરિયાને નિવૃત ચિત્ર શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની શ્રેણીમાં, લક્ષ દોંગાને તેમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ માટે રાજ્ય સ્તરે ત્રીજું ઇનામ મળ્યું. કલા ક્ષેત્રે આ નાની ઉંમરે તેમની સિદ્ધિઓ માટે તેમને બાલ કલાકાર એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના વિદ્યાર્થી પીયૂષ બગોટિયાને તેમની શ્રેષ્ઠ કલાકૃતિ માટે પુરસ્કાર આપવામાં આવ્યો. આ પ્રસંગે સમગ્ર રાજયના વિવિધ જિલ્લામાંથી ૨૬૦ વિદ્યાર્થીઓ, ૧૭૦ કલા શિક્ષકો, ૧૧ કલાકારો અને ૧૦ બાળ કલાકારોનું એવોર્ડ, સર્ટિ. અને મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું.
આ પ્રસંગે નાયબ દંડક રમણભાઇ સોલંકી સહિત ધારાસભ્યો, તત્વચિંતક અને ના.મામલતદાર ચૈતન્ય સાંઘાણી, આંતરરાષ્ટ્રીય ચિત્રકારો, નિવૃત માહિતી નિયામક દલપતભાઈ પઢીયાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજય કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકે સૌને આવકાર્યા હતા. આણંદ જિલ્લા ચિત્ર શિક્ષકોએ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *