ગાંધીધામ ટુડે, ન્યુઝ : કચ્છમાં તાજેતરમાં ભાજપના વિવિધ મંડળના હોદેદારોની નિમણુંકોના પગલે વંચિત રહી ગયેલા કાર્યકરોની આંતરિક અસંતોષ સપાટી પર આવે તેવી શક્યતા વચ્ચે માંડવી અને લખપતના બે યુવા કાર્યકરોનું ડર્ટી પિક્ચર સોશિયલ મીડીયા પર વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
માંડવીના યુવા નેતાની કોઈ સ્ત્રી મિત્ર સાથેની ડર્ટી ચેટ અને તેણીને મોકલેલી અશ્લીલ તસ્વીર સહિતના કથિત સ્ક્રીનશોટ ખાસ ગ્રુપમાં ફરતા થયા છે અને આ અંગે ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચા ઉઠી છે અને તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફે લખપત તાલુકાના એક યુવા નેતાની અશ્લીલ વિડીયો પણ સોશિયલ મીડીયામાં ફરતી થઈ છે. મંડળોમાાં નિમણુંકોની સાથે બે યુવા નેતાનું ડર્ટી પિક્ચર વાયરલ થતા હોઈએ બંન્ને રાજકીય ટ્રેપ કર્યા હોવાની પણ એક વર્ગમાં દલીલ સાંભળવા મળી રહી છે. જાે કે ભાજપના મોવડી મંડળે પણ ખાનગી રાહે ગંભીર મામલામાં ઉંડાણ સુધીની વિગતો એકત્ર કરવાનું શરુ કર્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ વીડિયો ક્લિપ અને અશ્લીલ ફોટો તથા ચેટના સ્ક્રીનશોટ અસલી કે સાચાં જ છે તેવી કોઈ પુષ્ટિ ગાંધીધામ ટુડે નથી કરતું. તેથી જ અત્રે આ યુવા નેતાઓનો નામોલ્લેખ કર્યો નથી.