ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અખીલ કચ્છ વાઘેર માછીમાર સેવા ટ્રસ્ટે મુંદરાના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીઆઇ મુન્દ્રા મરીન પોલીસ અને પીઆઇ મુંદ્રા સિટી પોલીસને પત્ર લખી કુતડી બંદર પર માછીમારોના સામાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

૧ જૂનથી શરૂ થતી ઓફ સિઝન દરમિયાન માછીમારો પોતાનો બોટ, જાળ, અને અન્ય સામાન દરિયાકિનારે મૂકી વતન પરત ફરે છે. આ પ્રક્રિયા વર્ષોથી ચાલી આવે છે અને ૧૫ ઓગસ્ટ પછી તેઓ પરત ફરે છે.

જોકે, અદાણી પોર્ટસ એન્ડ એસ.ઈ.ઝેડ લિમિટેડ દ્વારા ભૂતકાળમાં રસ્તાઓ બંધ કરવા અને માછીમારોને આર્થિક-માનસિક નુકસાન પહોંચાડવાની ફરિયાદો ઉઠી છે.

ટ્રસ્ટે જણાવ્યું છે કે જો આ સિઝનમાં કોઈ નુકસાન થશે તો તેની સીધી જવાબદારી અધિકારીશ્રીની રહેશે. પ્રમુખ હાજી હુસેન સહિત અનેક આગેવાનોએ આ પત્રમાં સહી કરી છે.