ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ કચ્છ જિલ્લામાં ડૉક્ટર અને સ્ટાફની લાંબા સમયથી ઘટ છે જેના કારણે જિલ્લાનું આરોગ્ય તંત્ર ખાડે ગયેલું છે અને એવામાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અને “પી.એમ.જે.એ.વાય.-મા યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલ માં સારવાર માટે દર્દીઓ ને થઈ રહેલ તકલીફ બાબતે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કચ્છ કલેકટરને કોંગ્રેસ પક્ષના યુવા નેતા નિતેશ પી. લાલને પત્ર લખી રજૂઆત કરી હતી.

કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અને “પી.એમ.જે.એ.વાય.-મા યોજના હેઠળ સંલગ્ન મોટા ભાગની હોસ્પિટલમાં વર્તમાન સમય માં દર્દીઓની સારવાર કરવામાં નથી આવતી કારણ કે ૬ મહિના થી વધુ સમય પૂર્ણ થઇ ગયું છે છતાં સરકાર દ્વારા હોસ્પિટલો ને બિલ ની ચુકવણી નથી કરવામાં આવી, પરિણામે આરોગ્ય યોજના નો લાભ સામાન્ય ગરીબ લોકોને આપવાનું બંધ કરી દેવા માં આવેલ છે જેથી લોકો ને ખૂબ તકલીફ પડી રહી છે.
મુખ્યમંત્રી અમૃતમ યોજના અને “પી.એમ.જે.એ.વાય.-મા યોજના માં લોકોને હકીકત માં લાભ મળે એના માટે પેકેજ ભાવમાં વધારો કરવો જરૂરી છે જેથી સામાન્ય ગરીબ લોકોને સારી ગુણવત્તા યુક્ત સારવાર મળી શકે, દા.તા ICU માટે પેકેજ રૂપિયા: ૪૫૦૦/- પ્રત્યેક દિવસ ના છે જે વર્તમાન સમય ની મોંઘવારી ને જોતા માત્ર દવાઓ નું બિલ ૫ થી ૮ હજાર રૂપિયા થઇ જાય છે, એટલે હોસ્પિટલ ને માં કાર્ડ યોજના અંતર્ગત પેકેજ ભાવ પોષાય તેમ નથી અને દર્દી સારવાર થી વંચિત રહી જાય છે, ઘણા એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે માં-કાર્ડ અથવા મુખ્યમંત્રી અમૃતમ યોજના ના પેકેજમાં વસ્તુની ગુણવત્તા સારી ન હોવાથી દર્દી દ્વારા વધુ રૂપિયા આપી ને સારવાર કરવામાં આવી રહી છે. સરકાર ની ગણતરી મુજબ જથ્થા પ્રમાણે ભાવ નક્કી કરેલ છે, વર્તમાન સમય ને ધ્યાન માં રાખી ને નાના- હોસ્પિટલ માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ પેકેજ ભાવ નક્કી કરવા જરૂરી છે.