ગાંધીધામ ટુડે, ન્યૂઝ: કચ્છમાં ટ્રાફિક નિયમોના પાલનમાં લાપરવાહી, ઓવરલોડ પરિવહન સહિતના કારણે ગંભીર માર્ગ અકસ્માતો સહિતને સરહદીય રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ ગંભીરતાથી લીધા હોય તેમ ગઈકાલે સાંજે અચાનક સામખીયાળી ટોલનાકે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા પોલીસ અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી.

સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ૩૦ જેટલા વાહનો ડિટેઈન કરાયા હતા, જ્યારે ૪પ વાહનોમાંથી કાળા કાચ દુર કરવામાં આવ્યા હતા. આઈજી ચિરાગ કોરડીયાએ સામખીયાળી ટોલ નાકા પાસેથી પસાર થતી વેળાએ પોતાની ગાડી થોભાવીને પાયલોટીંગમાં રહેતા પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એ.એન.ગોહિલ તથા તેમની ટીમને વાહનોનું ચેકિંગ કરવાની સુચના આપી હતી.

આઈજીની હાજરીમાં ટોલ નાકે વાહન ચેકિંગની કામગીરી શરૂ કરાઈ હતી જેની જાણ સામખીયાળી પી.આઈ વી.કે.ગઢવી તથા તેમની પણ દોડી આવીને વાહન ચેકિંગની કામગીરીમાં જાેડાઈ હતી. જેમાં રાત્રે ૯ઃ૧પ વાગ્યા સુધીમાં ૩૦ વાહનો ડિટેઈન કરાયા હતા જ્યારે ૪પ વાહનોમાંથી કાળા કાચ દુર કરાયા હતા.
