ગાંધીધામ ટુડે ન્યુઝ : મૂળ રાજસ્થાનના અને છેલ્લા કેટલાય સમયથી ગોંડલ ખાતે રહેતા રાજકુમાર જાટ નામના યુવકના શંકાસ્પદ મોતનો મામલો દિવસેને દિવસે ગરમાતો જોવા મળી રહ્યો છે. આજે કચ્છમાં શ્રી રાષ્ટ્રીય વીર જાટ સેનાના જીલ્લા અધ્યક્ષ દ્વારા અંજાર પ્રાંતને આવેદન પત્ર આપી સીબીઆઈ તપાસની માંગ કરી છે.

ગોંડલના રાજકુમાર જાટના મૃત્યુ કેસમાં તાજેતરમાં કેટલાક મહત્વપૂર્ણ ખુલાસાઓ થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, તેમના શરીરે 48 ઈજાના નિશાન હતા, જેમાં બોથડ પદાર્થના ઘા અને બ્લન્ટ હાર્ટ એટેકનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં, રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન, મહાસાગર ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર રમેશ મેરની ધરપકડ કરવામાં આવી છે, જેઓએ અકસ્માત બાદ આ માહિતી છુપાવી હતી. આ કેસમાં રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે સીબીઆઈ તપાસની માંગ કરી છે, કારણ કે મૃતકના પરિવારજનોએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવાર પર આક્ષેપ કર્યા છે.
