ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વડોદરામાં તારીખ ૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ રાજ્ય કક્ષાની ત્રીજી સિકો કાઈ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર કચ્છમાંથી ૪૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી કચ્છ માર્શલ આર્ટ એકેડેમી, ગાંધીધામના ૧૭ ખેલાડીઓએ મેડલ મેળવીને ગાંધીધામનું ગૌરવ વધાર્યું છે.
સ્પર્ધામાં ત્રિશા નાણેયા, તનિષ્કા જૈન, અફસા અબ્બાસી, અવની શેખાલિયા, આસ્થા પ્રજાપતિ, અયાન અબ્બાસી, ગર્વિત સયાની, અયાંશ વાવોલ, અજય કુમાર અને જ્યોત પટેલે ગોલ્ડ મેડલ જીત્યા છે. કાર્તિક સિંગ, પ્રિશા પરમાર, નિકેત ઠક્કર, ઓમ મકવાણા અને મલ્હાર ઠક્કરે સિલ્વર મેડલ મેળવ્યા છે. આરાધ્યા પ્રસાદ અને વૈષ્ણવી પ્રસાદે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
આ તમામ ખેલાડીઓને કચ્છ માર્શલ આર્ટ એકેડેમીના કોચ રાજકિશોર બિંદ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.