ગાંધીધામ ટુડે ન્યૂઝ: અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ આમજનતા પર આતંક મચાવ્યાની ઘટનાના પગલે સફાળા સક્રિય બનેલા DGPએ ૧૦૦ કલાકની અંદર દરેક જિલ્લાના પોલીસ સ્ટેશન દીઠ અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી.
યાદી તૈયાર થયાં બાદ તેમની ઝીણવટભરી તપાસ કરી ક્યાંય કોઈ નવા ગુનામાં ફીટ થતાં હોય અથવા ગેરકાયદે દબાણ કર્યું તો તોડી પાડીને કડક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.
DGPની સૂચના બાદ રેન્જ IG ચિરાગ કોરડીયા અને SP સાગર બાગમારના નિર્દેશ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ, અંજારની અધ્યક્ષતામા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન/શરીરસંબધી/લૂટ/ખુનની કોશીશ જેવા નવ (૯) જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપી મુસ્તાક ઉર્ફે મુસીયો નઝીમુદીન બાયડ રહે.ખાનાય શેરી દેવળીયા નાકા, અંજાર વાળાના કબ્જા ભોગવટા મકાનમાં લાગેલ ગેરકાયદેસર વિજ કનેકશન અને મીટરને પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી અને ભોગવટાના મકાનમાં ઉપયોગમાં લેવાયેલ ઈલેક્ટ્રીક વીજ સાધનોની યાદી બનાવી વીજ દંડ રૂ.3,00,000 ફટકારવાની કાર્યવાહી કરવામા આવેલ હતી.
આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા પી.જી.વી.સી.એલ અંજારના કર્મચારીઓ જોડાયા હતા.