ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા અને મૂંગા પશુઓની સેવામાં કાર્યરત મહિલાઓ સાથેના દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવા માટે ગાંધીધામ શહેરમાં શાંતિપૂર્ણ જાગૃતિ રેલી યોજાઈ હતી.
રેલી ગાંધી માર્કેટથી શરૂ થઈ રેલવે સ્ટેશન સુધી ગઈ હતી અને ત્યાંથી પાછી ફરતા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

300થી વધુ લોકોએ ભાગ લીધો
This Article Includes
આ રેલીમાં ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભુજમાંથી આવેલી 39થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિ અને નાગરિકો – કુલ 300થી વધુ લોકોએ ભાગ લીધો. તેમાં નિર્ભય ફાઉન્ડેશન, પપીઝ કડલ, મહાદેવ સેવા ટ્રસ્ટ, એએમ એનિમલ ફાઉન્ડેશન અને અમ્મીબેન મહેશ્વરી જેવી સંસ્થાઓ પણ સામેલ રહી હતી.

દુર્વ્યવહાર સામે શ્રદ્ધાજનક અવાજ
આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મૂંગા જીવજંતુઓ સાથે જીવદયાનું વર્તન જળવાઈ રહે અને પશુ સેવા કરતી મહિલાઓ સાથેના દુર્વ્યવહારને રોકવાની જાગૃતિ ફેલાવવાનો હતો.
આયોજકોએ જણાવ્યું કે, “પૃથ્વી જેટલી આપણી છે તેટલી જ પ્રાણીઓની પણ છે. આપણે ક્રૂરતા નહીં સહન કરીએ અને તમામ જીવજંતુઓ માટે ન્યાય અને પ્રેમની માગ કરીએ છીએ.”
અપીલ: “મૂંગા જીવોને પણ જીવવા દો”
આ રેલીનું મુખ્ય સંદેશ હતું કે, “મૂંગા પ્રાણીઓ માટે અવાજ બનો, તેમને પીડામાં મુકતા દુર્વ્યવહારો બંધ કરો”. સાથે જ, જાગૃતિ દ્વારા સમાજને વધુ દયાળુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.