રાપરમાં દારૂનો કટિંગ કરતા પહેલાં એલસીબીનો છાપો

રાપરમાં દારૂનો કટિંગ કરતા પહેલાં એલસીબીનો છાપો રાપરમાં દારૂનો કટિંગ કરતા પહેલાં એલસીબીનો છાપો
  • રાપર શહેરમાં દારૂબંધીના કાયદાને ઠેકાણે મૂકતી ઘટના સામે આવી છે.
  • ચામુંડાનગર સોસાયટીમાં પોલીસ દ્વારા છાપો મારી શરાબના મોટા જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે બે આરોપી ફરાર છે.

ગાંધીધામ ટુડે ન્યુઝ:  રાપર શહેરની ચામુંડાનગર સોસાયટી ખાતે પૃથ્વીસિંહ ઉર્ફે ગટી કેન્દુભા જાડેજાના મકાન આગળ દારૂનું કટિંગ કરીને છુપાવવાની તૈયારી ચાલી રહી હતી. જોકે, એલસીબીને મળી ગયેલી બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. ઘટના સમયે પૃથ્વીસિંહને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે નરેન્દ્રસિંહ વાઘેલા (અયોધ્યાપુરી) અને પ્રવીણસિંહ સોઢા (ગોવિંદપર) ફરાર થયા છે.

740 બોટલ અને 1392 બિયર ટીન સહિત ₹7.21 લાખનો દારૂ જપ્ત

પોલીસે સ્થળ પરથી જુદા-જુદા બ્રાન્ડની 740 નાની-મોટી દારૂની બોટલ અને 1392 બિયર ટીન, કુલ મળીને ₹7,21,920નું વિદેશી દારૂ જપ્ત કર્યું છે.

ફોર્ચ્યુનર કાર, બાઇક, રોકડ સહિત કુલ ₹17.73 લાખનો મુદ્દામાલ

દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું સાધન પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે, જેમાં:

  • ફોર્ચ્યુનર કાર (GJ-05-CN-7427)
  • બાઈક (GJ-39-E-4339)
  • મોબાઇલ ફોન
  • રોકડ રકમ
    આ બધું મળી કુલ ₹17,73,020નો મુદ્દામાલ પોલીસ હસ્તગત કર્યો છે.

ઘટનાની વિશેષતા એ રહી કે આ તમામ કાર્યવાહી રાપર સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબી દ્વારા કરવામાં આવી, જેની અસરરૂપે પોલીસમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *