પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ઝૂક: બાવળની ઝાડીમાંથી દારૂ સાથે બે ઝડપાયા

પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ઝૂક: બાવળની ઝાડીમાંથી દારૂ સાથે બે ઝડપાયા પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ઝૂક: બાવળની ઝાડીમાંથી દારૂ સાથે બે ઝડપાયા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ઝૂકદાર કાર્યવાહી કરતા બે અલગ-અલગ સ્થળેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. સામખિયાળી હાઈવે નજીક બે ઇસમને દારૂ સાથે પકડી લેવાયા હતા, જ્યારે અંજારના નવાનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી રૂ.68 હજારનો દારૂ મળી આવ્યો, જો કે આરોપી ફરાર થઈ ગયો હતો.

એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું કે, ટીમ સામખિયાળી–મોરબી હાઈવે પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે દ્વારકાધીશ હોટલ સામે બાવળની ઝાડીઓ પાછળથી કાના ચકુ કોલી અને હરેશ જેશા કોલીને વિદેશી દારૂના 76 બોટલ સાથે પકડી લેવામાં આવ્યા હતા, જેના મૂલ્ય રૂ. 30,120 થયું છે. ત્રીજો આરોપી ભાવેશ બાબુલાલ મારાજ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

Advertisements

એલસીબીની બીજી ટીમે અંજારના જી.આઇ.ડી.સી. સામે નવાનગરમાં એક મકાનમાં દરોડો પાડી ત્યાંથી રૂ. 68,300ના વિદેશી દારૂની 73 બોટલ જપ્ત કરી હતી. આરોપી શૈલેષ રઘુરામ મઢવી ઉર્ફે મારાજ સ્થળ પર હાજર નહોતો.

Advertisements

આ સમગ્ર કાર્યવાહી સાથે કુલ રૂ. 98,420નો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓની ધરપકડ થઈ છે અને બે શખ્સ હજુ ફરાર છે. બંને ઘટનાઓમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment