ગેડીની વાડીના ભૂર્ગભ ટાંકામાં સંતાડેલો દારૂ-બિયર ઝડપાયો

ગેડીની વાડીના ભૂર્ગભ ટાંકામાં સંતાડેલો દારૂ-બિયર ઝડપાયો ગેડીની વાડીના ભૂર્ગભ ટાંકામાં સંતાડેલો દારૂ-બિયર ઝડપાયો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: રાપર તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે પાડેલા દરોડામાં ગેડી ગામની સીમમાં આવેલી વાડીમાં ભૂર્ગભ ટાંકામાં સંતાડેલો રૂ.6.28 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો પણ એલસીબીના દરોડા સમયે ગેડીમાં જ રહેતા બે બુટલેગરો હાજર મળ્યા ન હતા.

એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પૂરવ કચ્છ એલસીબીની ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રવિવારે વહેલી સવારે ગેડી થી દેશલપર તરફ જતા રોડ પર આવેલી સરકારી હોસ્પિટલ પાસે પહોંચતા તેમને તથા હેડકોન્સ્ટેબલ રાજેશ પરમારને સંયુક્ત બાતમી મળી હતી કે, ગેડીમાં જ રહેતા અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા અને અર્જુનસિંહ હેતુભા વાઘેલા સાથે મળી અશોકસિંહના કબજાની ગેડીના પાણીના ટાંકા પાછળ આવેલી વાડીમાં બનાવાયેલી ભૂર્ગભ ટાંકીમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવે છે.

Advertisements
Advertisements

આ બાતમીના આધારે અશોકસિંહની વાડીમાં દરોડો પાડી તલાશી લેતાં જુવારના પુડા નીચે બનેલો અંડરગ્રાઉન્ડ ટાંકો ખોલતાં તેમાં સંતાડેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ રૂ.1,41,288 ની કિંમતની વિદેશી શરાબની અલગ લગ બ્રાન્ડની 216 મોટી બોટલો, રૂ.4,74,000 ની કિંમતના વિદેશી દારૂના 3,792 ક્વાર્ટરિયા અને રૂ.12,000 ની કિંમતના બિયરના 120 ટીન મળી કુલ રૂ.6,27,888 નો દારૂ-બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે , એલસીબીના દરોડા દરમિયાન અશોકસિંહ અને અર્જુનસિંહ હાજર મળ્યા ન હતા. બન્ને સામે રાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. આ બનાવમાં તપાસ પીઆઇ જે.એમ.જાડેજાને સોંપાઇ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment