ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ગાંધીધામના ગણેશનગરમાં આવેલી આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં વિદેશી દારૂનો વેપાર ઝડપી પાડ્યો છે. શુક્રવારે બપોરે એલસીબી પીઆઇ એન.એન. ચુડાસમા અને કોન્સ્ટેબલ ધર્મેશ પટેલને મળેલી બાતમીના આધારે ગણેશનગરમાં રહેતો શૈલેષ અર્જુનભાઈ કન્નર પોતાની દુકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી વેપાર કરતો હતો.
દરોડા દરમિયાન દુકાન અને બહાર રાખેલી રેકડીમાંથી કુલ ₹1,65,120 ની કિંમતની 69 વિદેશી દારૂની બોટલો અને 119 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે શૈલેષની ધરપકડ કરીને મોબાઈલ સહિત કુલ ₹1,75,120 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થો પૂરો પાડનાર મુંદ્રાનો પ્રવીણ સીજુ હાજર મળ્યો ન હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.