ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પુર્વ કચ્છ એલસીબીએ ગણેશનગરમા શનીબજાર મેદાન પાસેથી કારમાં આવતો ૧.૭૬ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબીએ બન્ને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ગાંધીધામ બી ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રઘુવીરસિંહ પોતાની કારમાં દારૂનો જથ્થો ભરીને ગણેશનગરમાં ડીલીવરી આપવાનો છે, જે આધારે હકીકત વાળી કાર સ્થળ પરથી નિકળતા વોચમાં રહેલા એલસીબીએ સ્ટાફે તેને રોકાવીને તપાસ કરી હતી. જેમા કારમાંથી અલગ અલગ બ્રાંડની ૧૮૦ બોટલ કે જેની કિંમત ૧,૭૫,૬૯૨ લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે આરોપી રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જીલુભા જાડેજા (ઉ.વ.૩૪) (રહે. નાની ખાખર, માંડવી, હાલે ગાંધીધામ) અને ગોવિંદ ઉર્ફે ગવલો ડાયાલાલ ચંદે (રહે. સેક્ટર ૬, ગણેશનગર)ને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કાર અને ત્રણ મોબાઈલ સહિત કુલ ૧૧,૯૦,૬૯૨ લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. આ કામગીરી એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા અને સ્ટાફ દ્વારા કરાઈ હતી.


Add a comment