પડાણા ગામની સીમમાંથી ₹24.64 લાખનો દારૂ ઝડપાયો

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ-કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં પ્રોહીબીશનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મીઠાના અગરો પાસે ખુલ્લી જગ્યામાં દારૂનો કટિંગ ચાલી રહ્યો હતો.

આ રેઇડ દરમિયાન પોલીસે ₹24,64,080ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં 750 મિલીની 360 બોટલો, 375 મિલીની 1,645 બોટલો, 180 મિલીની 3,456 બોટલો અને 500 મિલીના 1,176 બિયર ટીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ ટેન્કર અને સ્કોર્પિયો કાર સહિત કુલ ₹59,64,080નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisements
ADVT

આ કેસમાં પોલીસે (1) વિશાલ ધરમશીભાઈ મ્યાત્રા (રહે. ગળપાદર), (2) મુકેશ ખીમજીભાઈ હુંબલ (રહે. પડાણા), (3) ટેન્કરના ચાલક/માલિક અને (4) સ્કોર્પિયોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ કેસના મુખ્ય આરોપીઓ વિશાલ મ્યાત્રા અને મુકેશ હુંબલનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. વિશાલ મ્યાત્રા વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં મારામારી, જુગાર અને પ્રોહીબીશનના કુલ સાત કેસ નોંધાયેલા છે, જ્યારે મુકેશ હુંબલ વિરુદ્ધ બે પ્રોહીબીશનના ગુનાઓ દાખલ થયેલા છે.

Advertisements

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન. ચુડાસમા અને પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલની ટીમે પાર પાડી હતી. આ કેસની વધુ તપાસ હાલ LCB ચલાવી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment