ગાંધીધામ ટુડે ન્યુઝ : સફાઈ અને ગટર જેવા લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોને લઈને આજે અંજાર નગરપાલિકાને સ્થાનિકો અને બહુજન આર્મી દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. ખાસ કરીને મતીયા નગર વિસ્તારમાં ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને બાળકોને શાળાએ જવું પડતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મતીયાનગરના રહીશો અને બહુજન આર્મીના લખન ધુવાના નેતૃત્વ હેઠળ આ વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિરોધને પગલે નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક આ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જોકે, સ્થાનિકોએ વહેલી તકે કાયમી ઉકેલની માંગ કરી છે.