ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગામના પનોતા પુત્ર સન્યાસી પ.પુ.શ્રી પ્રકાશાનંદ મહારાજને પ્રયાગ મહાકુંભમાં શ્રી શંભુ પંચઅગ્નિ અખાડાના શાહી સ્નાન દરમિયાન બુધવારી અમાસના રોજ અખાડા પરિષદના મહંત પુજ્ય શ્રી મુક્તાનંદજી મહારાજની પ્રેરણાથી મહંત આચાર્યની પદવી પ્રદાન કરવામાં આવી હતી.
ત્યાંથી પરત આવતા મહારાજનું પંચ મુખી હનુમાનજી મંદિર આદિપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામના ધરમશી મસૂરિયા, અશોકભાઇ કેલા, શંકરભાઇ આહીર, ભવ્ય મસૂરિયા દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે મહારાજ સાયન્સમાં ડબલ ગ્રેજ્યુએટ થઈ ખાનગી કંપનીમાં કલાસ વન ઓફિસર બન્યા હતા પરંતુ અધ્યાત્મક તરફ જવાની ઈચ્છા થતા માતા પિતાની આજ્ઞા લઈને સંન્યાસ લીધો હતો. ૧૯૮૬માં જુનામાંકા પધારેલા શ્રી કૌશલાનંદગીરીજી મહારાજના હસ્તે દીક્ષા લીધી હતી.