અંજાર-ભચાઉમાં ૬૬પ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ

અંજાર-ભચાઉમાં ૬૬પ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ અંજાર-ભચાઉમાં ૬૬પ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની સૂચના મુજબ પૂર્વ કચ્છમાં મોટી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત અંજાર અને ભચાઉ ડિવિઝનમાં સંયુક્ત રીતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડીયા અને પૂર્વ-કચ્છના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી અને ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડાના નેતૃત્વમાં વિવિધ ટીમો બનાવવામાં આવી છે.

ચેકિંગ દરમિયાન કુલ ૬૬પ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. ૯૬ લિસ્ટેડ બૂટલેગરો, ૧૭ પ્રોહિબિશનના કેસો, પ૬ પ્રોહિબિશન નિલ રેઇડ, ર૪ જાણીતા જુગારીઓ, શરીર સંબંધી/મિલકત સંબંધી ગુના આચરેલ પ૯ ઈસમો, ૬ ખંડણી સંબંધી ઈસમો, ૩ વીજ જાેડાણ સંબંધે કાર્યવાહી, એમ.વી.એક્ટ ર૦૭ તળે ર૦ વાહન ડિટેઈન કરી ર૧,ર૦૦નો દંડ, પ૭ એમ.વી.એક્ટ તળે એન.સી, ૩૪ર વાહન ચેક, ર મકાન ભાડુઆત જાહેરનામા ભંગના કેસ, ૧ એમ.વી.એક્ટ કલમ ૧૮પ મુજબના કેસ, ૧૦ પ્રોહિ.કલમ ૯૩, પ૭ એમ.સી.આર ચેક, પ એચ.એસ. ચેક, ૪૮ શકમંદ ઈસમો ચેક, ૧૦ અવાવરુ જગ્યા ચેક, ૧ર હોટલ ધાબા ચેક તેમજ ૬૮ એ રોલ તથ બી રોલ ભરવાની કામગીરી કરાઈ હતી.

આ કામગીરીમાં અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી અને ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડા તેમજ એલસીબી, એસઓજી તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *