ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકાના વોંધ ગામેથી પોલીસે એક શખ્સને દેશી હાથબનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વોંધમાં દત્તક વિસ્તાર તરફ જતા કાચા રસ્તા પાસે ઊભેલા જુશબ રસુલ ત્રાયા નામના શખ્સને પોલીસે અટકાયતમાં લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી આશરે ₹5,000/-ની કિંમતની 50 ઇંચ લાંબી દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. પોલીસે આ ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યું છે.
હાલ એ સ્પષ્ટ થયું નથી કે આરોપી આ પરવાના વગરના હથિયારનો શેના માટે ઉપયોગ કરતો હતો અને તેને આ બંદૂક કોની પાસેથી મળી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.