ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર સોનાપુરી સ્મશાન સામે આવેલ ગૌચરની જમીનમાં ગોપાલનગરના રહેવાસીઓ તથા સ્મશાનમાં આવતા લોકો પણ સ્મશાનની સામે આવેલ ગૌચર જમીનમાં ગાયોને નીરણ(ચારો) નાખી ગૌ સેવાનું કાર્ય કરતા હોઈએ છીએ. જેેમાં અમારો હેતુ માત્ર ગાય અને અન્ય ઢોરો માટે નીલો ચારો નાખવાનો જ રહેલ છે અને ગૌ સેવાની ભાવનાથી દરેક લોકો આ કાર્ય કરતા હોઈએ છીએ. પરંતુ આ સ્મશાનની સામે આવેલ શ્રી નાથજી પાર્ક (સોસાયટી)ના રહીશો અમોને આ બાબતે ધાક ધમકી આપે છે અને જ્યારે પણ અમો ત્યાં ચારો નાખીએ તે આ લોકો અમોને અપમાનિત કરે છે અને અમારો આ સેવાનો કાર્ય અટકાવવાનો પ્રયાસ કરે છે.

તેવી જ રીતે ૩૦/૩/ર૦રપના રોજ સવારે ૧૦ વાગ્યાના સુમારે શ્રી નાથજી પાર્ક (સોસાયટી)ના રહીશોએ અમારી સાથે ધાક ધમકીઓ કરેલ છે તેઓએ અમોને એટલી ગાળો બોલે છે તથા રપથી ૩૦ વર્ષથી અમે ગાયોને ચારો નાખીએ છીએ. જાે કાંઈપણ બોલાચાલી થશે તેની તમામ જવાબદારી આ સોસાયટીના રહીશોની રહેશે તેમ ગોપાલનગર, અંતરજાળના રહેવાસીઓએ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક તેમજ આદિપુર પોલીસ ઈન્સ્પેકટર તથા મામલતદારને લેખિતમાં જણાવ્યુ હતુ.