ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ ગાંધીધામ મહાનગરપાલિકાનું બજેટ આવવાનું છે ત્યારે તે પહેલા પ્રથમ વાર મનપાએ બજેટ માટે સહુના સુચનો માંગ્યા હતા, જેમાં પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અને અગ્રણી સંજય ગાંધીએ વિવિધ આઠ મુદાઓમાં સુચનો આપ્યા હતા.
ગાંધીધામ મનપા કમિશનરને સંબોધતા અગ્રણી ગાંધીએ સુચનો આપતા જણાવ્યું કે ગાંધીધામ આદિપુરમાં મિલકત આકારણીમાં અનેક છબરડા છે, જેથી અત્યાર સુધી પલાઇકાને કરોડોનું નુકશાન થયુ છે, પાલિકાના મજબુત સ્વંભોળ માટે સ્થળ પર જઈન્મે મિલકતોની આરકણે કરાશે તો તે બમણી થશે અને આવકમાં વધારો થશે, નગરપાલિકા હસ્તકની મિલકતો જર્જરીત હાલતમાં છે, ત્યારે બજેટમાં તેનું રી ડેવલોપમેન્ટનું આયોજન કરાય તો મોટી આવક થઈ શકે તેમ છે, પાલિકાને ડીપીએ દ્વારા વિવિધ હેતુઓ માટે આપેલા પ્લોટોનું આયોજન થયું નથી, જેથી બગીચાઓની નિભાવણી, અને ઘણા સ્થળો ખંડેર હાલતમાં છે, તે પણ આવકનું સાધન બની શકે.
શહેરમાં પાયાની સુવિધાઓ પાણી, ડ્રેનેજ, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, સારા માર્ગોનો સદંતર અભાવ છે, અગાઉ પણ કરોડો ખર્ચ કર્યા છતાં આયોજન વગરના અણઘડ કામથી ઉકેલ આવ્યો નથી. આ માટે સ્થળ ચકાસણી કરીને નવા સામેલ થયેલા વિસ્તારોમાં પ્રથમ સર્વે કરાયા બાદ બજેટ ફાળવણી થાય તે આવશ્યક છે. બજેટમાં આંકડાની માયાજાળ ચિતરવાના બદલે તથ્યો અને આધારો પર કામગીરીનું મુલ્યાંકન કરવું આવશ્યક છે. મનપાના આવતા ઔધોગિક એકમો સામેલ થયા છે ત્યારે તેવો પોતાનું આર્થિક યોગદાન આપે તે સુનિશ્ચિત કરવું જોઇએ.
પાલિકા પાસે જમીન ન હોવાની સમસ્યા ઉકેલવા મનપાની સીમાથી નજીક આવ્યા છે ત્યારે ગ્રામપંચાયતોની ગામતળની સરકારી જમીનનો સમાવેશ થયો છે, ત્યારે તે જમીનો અંગે આયોજન જરૂરી છે. ડીપીએ હસ્તકની ગ્રીન બેલ્ટની વિશાળ જમીન છે, તેમાં પીપીપી પ્રોજેક્ટ દ્વારા નમુનારુપ કામગીરી થઈ શકે છે, તેમાં ડીપીએ, ઈફ્કો, ઓધોગિક એકમો, શ્રેષ્ઠીઓ, દાતાઓ અને સંસ્થાઓને સહભાગી બનાવી શકાય. આ સાથે માત્ર આંકડાકીય આવક જાવકના આંકડાઓ ન ગોઠવાય તેવી માંગ કરાઈ હતી.