આદિપુરમાં કાર વર્કશોપમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

આદિપુરમાં કાર વર્કશોપમાં ભીષણ આગ, લાખોનું નુકસાન આદિપુરમાં કાર વર્કશોપમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ટાગોર રોડ પર ડીસી-5 સામે આવેલ કારના વર્કશોપમાં ગત સવારે વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ દુરથી દેખાઈ રહી હતી અને આસપાસના વિસ્તારોમાં દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ, આગ વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ મહાનગરપાલિકાના અગ્નિશમન દળ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સતત એક કલાકથી વધુ સમય સુધી જહેમત કર્યા બાદ આખરે આગને કાબૂમાં લેવાઈ હતી.

Advertisements

આ ઘટનામાં કાર વર્કશોપમાં રાખેલી કારની સ્પેરપાર્ટ્સ, સાધનો અને અન્ય સામગ્રી સંપૂર્ણ રીતે ભસમી ગયા હતા. આ કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જો કે સદનસીબે કોઇ માનવહાની થઈ ન હતી અને આગ ફેલાતાં પહેલા આસપાસની જગ્યા ખાલી કરાવામાં આવી હતી.

Advertisements

આગ ઓલવવાની કામગીરીમાં અગ્નિશમન દળના ધીરજ કન્નર, હિતેશ ફુફલ અને પ્રકાશ ઠાકોરે મહત્વની ભૂમિકા નિભાવી હતી. આગ લાગવાની કારણહજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment