ગાંધીધામ ટુડે, ન્યૂઝ :ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહર નગર નજીક સોમવારે બપોરે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી. ગોડાઉનની નજીક ગાયત્રી પેટ્રોલ પંપ આવેલું હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હાલ આગ પેટ્રોલપંપના ચો તરફ ફેલાઈ ગઈ છે. તંત્ર – પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા છે.
અંજાર ડિવાયએસપી મુકેશ ચૌધરીએ ઘટનાસ્થળેથી માહિતી મિડીયાને માહિતી આપી હતી. આગની જાણ થતાં જ આસપાસના ગામોના પાણીના ટેન્કર્સ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.