ગાંધીધામના સર્વાંગી વિકાસ માટે ચેમ્બર અને મનપા કમિશનર વચ્ચે બેઠક: રોડ, પાણી અને સફાઈ પર ભાર

ગાંધીધામના સર્વાંગી વિકાસ માટે ચેમ્બર અને મનપા કમિશનર વચ્ચે બેઠક: રોડ, પાણી અને સફાઈ પર ભાર ગાંધીધામના સર્વાંગી વિકાસ માટે ચેમ્બર અને મનપા કમિશનર વચ્ચે બેઠક: રોડ, પાણી અને સફાઈ પર ભાર

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ નગરપાલિકાના મહાનગરપાલિકામાં રૂપાંતરણના પરિપ્રેક્ષ્યમાં, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે શહેરના વ્યાપક અને સુગઠિત વિકાસને અનુલક્ષીને મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાગત સહયોગ દ્વારા શહેરના વિકાસમાં યોગદાન આપવાનો હતો.

ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ, ચેમ્બરના પ્રતિનિધિ મંડળે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. જેમાં મુખ્યત્વે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે સેક્ટર 8-9 અને ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં રોડ સુધારણા, ‘નલ સે જલ’ યોજનાની ઝડપી અમલવારી, સફાઈ અને સ્વચ્છતા અભિયાનને વધુ ગતિશીલ બનાવવા, તેમજ ભવિષ્યમાં પારદર્શક અને ટેકનોલોજી આધારિત પ્લાનિંગ માટે ખાસ રજૂઆત કરવામાં આવી હતી.

Advertisements

ચેમ્બર પ્રમુખ મહેશ પુજએ જણાવ્યું હતું કે, ગાંધીધામ શહેર મહાનગરપાલિકા બન્યું છે તે શહેરના નાગરિકો માટે ગૌરવ અને અપેક્ષા વધારતી ક્ષણ છે. આવા સંજોગોમાં વિસ્તૃત તથા વ્યવસ્થિત પ્લાનિંગ માટે વેપાર જગતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રાન્સપોર્ટ નગર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસે તે ચેમ્બરનું મુખ્ય લક્ષ્ય છે.

માનદ મંત્રી મહેશ તીર્થાણીએ શહેરમાં ટેકનોક્રેટ્સના માર્ગદર્શન હેઠળ ટકી શકે તેવું વિકસિત પ્લાનિંગ જાળવવાની જરૂરિયાત તરફ કમિશ્નરનું ધ્યાન દોર્યું હતું. તેમણે ખાસ કરીને પાણી, ગટર, ટ્રાફિક અને સફાઈના આધુનિકીકરણ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પૂર્વ પ્રમુખ તેજા કાનગડે ઉદ્યોગપ્રધાન શહેરને વધુ વ્યવસ્થિત બનાવવા માટે ચેમ્બર સમયાંતરે રણનીતિક સૂચનો આપી શકે છે તેમ જણાવ્યું હતું.

વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની અગત્યની જરૂરિયાતો જેવી કે માર્ગ પરિવહન સુવિધાઓ, ડ્રેનેજ વ્યવસ્થા અને સફાઈ અભિયાનમાં ભાગીદારી માટે ચેમ્બરની તત્પરતા દર્શાવવામાં આવી હતી. આ મુલાકાતને અંતે, બંને સંસ્થાઓએ શહેરના સર્વાંગી વિકાસ માટે સંવાદ, સહકાર અને સંકલનના સુદૃઢ મંચ તરીકે ભાગીદારી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

મ્યુનિસિપલ કમિશ્નર મેહુલ દેસાઈએ ચેમ્બરના પ્રતિનિધિમંડળની મુલાકાતને આવકારતાં જણાવ્યું હતું કે, નાગરિક સુવિધાઓમાં સુધારા અને ભવિષ્ય દ્રષ્ટિ સાથેની નગર યોજનાઓના અમલ માટે ચોક્કસ પગલાં લેવામાં આવશે અને વેપાર ઉદ્યોગ સહિત તમામ વર્ગોના સૂચનોને પ્રાધાન્ય આપવામાં આવશે. તેમણે ચેમ્બર દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ પર તાત્કાલિક સંદર્ભ લઈ, યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Advertisements

આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળમાં નરેન્દ્ર રામાણી, હરીશ માહેશ્વરી, અનિમેષ મોદી, અને કૈલાશ ગોર જોડાયા હતા. ભવિષ્યમાં પણ આવી માળખાકીય ચર્ચાઓ જરૂર પડ્યે વખતોવખત યોજાશે તેમ કમિશનરએ જણાવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment